ક્રિકેટમાંથી નિવૃત્ત થઈને હવે કરોડોની ‘ગેમ’રમી રહ્યો છે સચિન, આવી રીતે કરે છે કમાણી

News18 Gujarati
Updated: April 24, 2019, 4:17 PM IST
ક્રિકેટમાંથી નિવૃત્ત થઈને હવે કરોડોની ‘ગેમ’રમી રહ્યો છે સચિન, આવી રીતે કરે છે કમાણી
સચિન તેંડુલકરને ક્રિકેટના બધા ફોર્મેટમાં નિવૃત્ત થયાને 6 વર્ષ થઈ ગયા છે. આમ છતા તે દર વર્ષે કરોડો રુપિયાની કમાણી કરે છે

સચિન તેંડુલકરને ક્રિકેટના બધા ફોર્મેટમાં નિવૃત્ત થયાને 6 વર્ષ થઈ ગયા છે. આમ છતા તે દર વર્ષે કરોડો રુપિયાની કમાણી કરે છે

  • Share this:
સચિન તેંડુલકરને ક્રિકેટના બધા ફોર્મેટમાં નિવૃત્ત થયાને 6 વર્ષ થઈ ગયા છે. આમ છતા તે દર વર્ષે કરોડો રુપિયાની કમાણી કરે છે. ફોર્બ્સ તરફથી 2018માં જાહેર થયેલા લિસ્ટ પ્રમાણે તેની નેટવર્થ હવે 80 કરોડ રુપિયા છે. ક્રિકેટના ભગવાન ગણાતો માસ્ટર બ્લાસ્ટર સચિન આજે 46મો બર્થ ડે મનાવી રહ્યો છે. ક્રિકેટના મેદાનની બહાર સચિન તેંડુલકરની કમાણી વિશે અમે તમને બતાવી રહ્યા છીએ.

સચિનની નેટ વર્થ - 80 કરોડ રુપિયા, ક્યાંથી કમાણી થાય છે
- જાહેરાતો દ્વારા

- કંપનીઓમાં ભાગીદારી
- સ્પોર્ટ્સ લીગમાં ઇન્વેસ્ટમેન્ટ
- સ્ટાર્ટઅપમાં લગાવ્યા છે પૈસા- બુક રોયલ્ટી

સ્ટાર્ટઅપ બિઝનેસમાં સચિન

- સચિને ઘણા સ્ટાર્ટઅપ બિઝનેસમાં પૈસા લગાવ્યા છે.
- હૈદરાબાદ બેસ્ડ ટેક ફર્મ સ્માર્ટન ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.
- આ સ્ટાર્ટઅપ સ્માર્ટ ડિવાઇસ બનાવે છે.
- સચિનનું કહેવું છે કે એવા બ્રાન્ડ્સને સપોર્ટ કરે છે, જે ઇન્ડિયામાં ડિઝાઈમ કરવામાં આવે છે.
- સચિન સ્પોર્ટ્સ ફર્મ સ્મૈશનો કો ઓનર છે.
- તેની પાસે કંપનીની 18 ટકા ભાગીદારી છે.
- સ્મૈશ રમત પર આધારિત વર્ચ્યુઅલ એન્ટરટેનમેન્ટ કંપની છે, જે 2009માં શરુ કરવામાં આવી હતી.
- કંપની દ્વારા અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં વિસ્તારની યોજના છે.
- કંપનીએ હાલમાં જ ઇન્વેસ્ટર્સ દ્વારા 200 કરોડ રુપિયા મેળવ્યા છે. જે પછી વિસ્તારની યોજના બનાવી હતી.
- સ્મૈશ એન્ટરટેનમેન્ટ લાઉંજ, સ્પા, આરકેડ, ડાઇનિંગ અને મ્યૂઝિકની સુવિધા આપે છે.
- નિવૃત્તિના એક મહિના પહેલા સચિન ઇંટરનેટ ટ્રાવેલ કંપની મુસાફિર ડોટ કોમ સાથે જોડાયો હતો.
- મુસાફરીમાં 7.5 ટકા ભાગીદારી છે. મુસાફિર યૂએઈ બેસ્ડ કંપની છે, જે 2007માં શરુ કરવામાં આવી હતી.
- ઓક્ટોબર 2013માં સચિન તેની સાથે જોડાયો હતો.
- મુસાફરીની સેવાઓ ભારતમાં પણ છે અને ઓનલાઇન ટ્રાવેલ માર્કેટમાં મેકમાઇટ્રિપ, ક્લીયર ટ્રિપ અને યાત્રા સાથે તેની સ્પર્ધા છે.
- સચિન તેંડુલકરે ટ્રુ બ્લુ (True Blue)નામથી એક નવી ફેશન બ્રાન્ડ લોન્ચ કરી છે.
- આ એક જોઇન્ટ વેંચર છે, જેમાં અરવિંદ ફેશ બ્રાંડ સાથે ટાઇ-અપ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Happy Birthday Sachin Tendulkar: શું ક્યારેય તુટશે માસ્ટર બ્લાસ્ટરના આ રેકોર્ડ્સ?

સચિન સ્માર્ટરોન કંપનીમાં પ્રમુખ નિવેશકોમાંથી એક છે. સચિને આ સિવાય ઘણા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. આઈએસએલની ટીમ કેરલ બ્લાસ્ટર્સમાં પોતાની ભાગીદારી થોડા સમય પહેલા વેચી દીધી હતી.
First published: April 24, 2019
વધુ વાંચો
अगली ख़बर