Home /News /sport /સચિન તેંડુલકરનો ખુલાસો, પોતાની કારકિર્દીના 12 વર્ષમાં મેચની આગલી રાત્રે ક્યારેય ઊંઘી શકતો ન હતો

સચિન તેંડુલકરનો ખુલાસો, પોતાની કારકિર્દીના 12 વર્ષમાં મેચની આગલી રાત્રે ક્યારેય ઊંઘી શકતો ન હતો

સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પણ 24 વર્ષની કારકિર્દીમાં તણાવનો સામનો કરવો પડ્યો હતો (ફોટો સાભાર- sachintendulkar)

Sachin Tendulkar latest news- હાલના દિવસોમાં રમતોમાં માનસિક સ્વાસ્થ્ય એક મોટો મુદ્દો બની રહ્યો છે. ક્રિકેટથી માંડીને ટેનિસ સુધીના તમામ ખેલાડીઓ પોતાના તણાવ અને દબાવ પર ચર્ચા કરી રહ્યા છે

મુંબઈ : હાલના દિવસોમાં રમતોમાં માનસિક સ્વાસ્થ્ય એક મોટો મુદ્દો બની રહ્યો છે. ક્રિકેટથી માંડીને ટેનિસ સુધીના તમામ ખેલાડીઓ પોતાના તણાવ અને દબાવ પર ચર્ચા કરી રહ્યા છે. હાલમાં જ ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા (Naomi Osaka) ડિપ્રેશનનો હવાલો આપીને ફ્રેન્ચ ઓપનમાંથી હટી ગઈ હતી. જ્યારે અમેરિકન જીમ્નાસ્ટ સિમોન બાઇલ્સે (Simone Biles) ટોક્યો ઓલમ્પિકમાં પોતાની ફાઈનલ મેચને પણ છોડી દીધી હતી. ત્યારે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ (India vs England Test Series) પહેલા ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે(Ben Stokes) માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી બ્રેક લીધો હતો. એટલું જ નહીં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પણ 24 વર્ષની કારકિર્દીમાં તણાવનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સચિન પોતાની કારકિર્દીમાં ઘણા વર્ષો સુધી સરખી રીતે ઊંઘી શક્યો ન હતો.

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે કરેલી વાતચીતમાં માસ્ટર બ્લાસ્ટર સચિને જણાવ્યું કે, મેચની આગલી રાત્રે તેઓ શું કરતા હતા અને કઇ રીતે તેમણે આ સ્થિતિ પર કાબૂ મેળવ્યો. સચિને જૂના દિવસો યાદ કરતા કહ્યું કે, જો તમે કોઇ વસ્તુની ચિંતા કરો છો, તો સ્વાભાવિક છે કે તમે બેચેની અનુભવશો. એવું માત્ર એટલા માટે થાય છે, કારણ કે મને મારી રમતની ચિંતા હતી અને જ્યારે પણ હું બહાર જતો હતો, દરેક વખતે સારું કરવા માંગતો હતો. મારા કરિયરના પહેલા 12 વર્ષમાં હું મેચની આગલી રાત્રે સરખી રીતે ઊંઘી શક્યો નથી.

આ પણ વાંચો - ક્રિકેટર રાશિદ ખાને દુનિયાના નેતાઓને કરી અપીલ, કહ્યું- અમને સંકટમાં મરવા માટે ના છોડો

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી લગાવનાર એકમાત્ર બેટ્સમેન સચિને આગળ જણાવ્યું કે, હું સતત વિચારતો રહેતો હતો કે બોલર્સનો સામનો કઇ રીતે કરીશ. તેઓ કઇ રીતે બોલિંગ કરશે અને મારી પાસે શું વિકલ્પ છે? હું વિચારતો રહેતો હતો અને મારી ઊંઘ સામે લડતો રહેતો. પછી તેને હું સમજી શક્યો. એક દાયકા બાદ મને સમજાયું કે લગભગ હું આ જ રીતે દરેક મેચ માટે તૈયાર થાવ છું. મે તે પરિસ્થિતિઓ સાથે લડવાનું બંધ કરી દીધું. હું મેચ પહેલા ટીવી જોતો હતો. તે બધી વસ્તુઓ કરતો હતો. જે મને મેચમાં સારું પ્રદર્શન કરવા માટે મદદરૂપ બની શકે છે. જેટલો મેં પોતાને સમજવાનું શરૂ કર્યુ, વસ્તુઓ સરખી થતી ગઇ. હું સંપૂર્ણ રીતે ઠીક થયો તેમ નહીં કહું, પરંતુ મને ખબર હતી કે તે સામાન્ય છે. હું પ્રયાસ કરતો હતો કે માનસિક રીતે શાંત રહું અને તેમ ન વિચારું કે બીજા દિવસે કઈ રીતે રમીશ.

શું સમગ્ર ક્રિકેટ કારકિર્દી દરમિયાન આમ જ રહ્યું? આ સવાલનો જવાબ આપતા સચિને કહ્યું કે, હાં, તે સમગ્ર કારકિર્દી દરમિયાન રહ્યું. તે મારા છેલ્લી ટેસ્ટ સુધી રહ્યું. છેલ્લી ટેસ્ટમાં હું જ્યારે આઉટ થયો તો સાંજે આ અંગે મેં મારા ભાઇ સાથે ચર્ચા કરી હતી. મને નથી ખબર કે આ વિશે અમે શા માટે ચર્ચા કરી, કારણ કે જો અમે સારી રીતે બોલિંગ કરીએ છીએ, તો બીજી વખત બેટિંગનો અવસર મળતો નથી.” સચિન પોતાની છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર, 2013માં મુંબઇ ખાતે વેસ્ટઇન્ડિઝ સામે રમ્યો હતો. સચિને આ મેચમાં 74 રનની ઈનિંગ્સ રમી હતી. ભારતે આ મેચ ઇનિંગ્સ અને 126 રનથી જીતી હતી.
First published:

Tags: Record, ક્રિકેટ, સચિન તેંડુલકર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन