Home /News /sport /હિતોના ટકરાવના આરોપ સચિને ફગાવ્યા, કહ્યું - મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી એકપણ પૈસો નથી લેતો

હિતોના ટકરાવના આરોપ સચિને ફગાવ્યા, કહ્યું - મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી એકપણ પૈસો નથી લેતો

હિતોના ટકરાવના આરોપ સચિને ફગાવ્યા, કહ્યું - મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી એકપણ પૈસો નથી લેતો

સચિન મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે આઈકોન ખેલાડી તરીકે જોડાયેલ છે

  ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાની ઉપર લાગેલા હિતોના ટકરાવના મામલાને ફગાવતા દાવો કર્યો છે કે તેણે આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કોઈ ફાયદો ઉઠાવ્યો નથી. નિર્ણય લેવાની કોઈ પ્રક્રિયામાં ભાગીદાર પણ રહ્યો નથી. આ આરોપ સાવ ખોટા છે.

  સચિને કહ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પાસેથી તે એક પૈસો પણ લેતો નથી. મુંબઈની ટીમ પાસેથી તે કોઈ પ્રકારનો આર્થિક ફાયદો લેતો નથી. ઉલ્લેખનીય છે કે સચિન મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે આઈકોન ખેલાડી તરીકે જોડાયેલ છે.

  સચિને બીસીસીઆઈના લોકપાલ એવં નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) ડીકે જૈને મોકલાવેલ નોટિસનો લેખિત જવાબ રવિવારે દાખલ કર્યો હતો. જેમાં સચિને વિગતવાર જવાબ આપ્યા છે. સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સભ્ય સંજીવ ગુપ્તા તરફથી દાખલ કરેલી ફરિયાદ પર નોટિસ આપવામાં આવી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે લક્ષ્મણ અને સચિન આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમ અનુક્રમ સનમરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સના સહાયક સભ્ય અને બીસીસીઆઈના ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્યના રુપમાં બેવડી જવાબદારી નિભાવે છે. જે હિતોના ટકરાવનો મામલો બને છે.

  નોટિસના જવાબમાં સચિને લખ્યું છે કે નિવૃત્તિ પછી આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઇકનની ભૂમિકામાં કોઈ પણ વિશેષ આર્થિક લાભ-ફાયદો લીધો નથી. હું કોઈ ભૂમિકામાં ફ્રેન્ચાઇઝી માટે કાર્યરત નથી. કોઈ પદ ઉપર પણ નથી, કોઇ નિર્ણય પર કરતો નથી. જે ફ્રેન્ચાઇઝીના શાસાન કે પ્રબંધન અંતર્ગત આવે છે. અહીં હિતોના ટકરાવો કોઈ મામલો નથી.

  સચિને જવાબમાં લખ્યું છે કે 2015માં ક્રિકેટ સલાહકાર સમિતિમાં નિયુક્ત થયો હતો. સીએસસીમાં સામેલ થયા પહેલા મુંબઈ ઇન્ડિયન્સનો આઇકોન જાહેર થયો હતો. આ તથ્યો સાર્વજનિક જાણકારીમાં રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Mumbai indians, સચિન તેંડુલકર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन