Sachin Tendulkar : સચિન તેંડુલકરે રવિવારે કર્યો આ દેશી નાસ્તો, સોશિયલ મીડિયામાં Video થયો Viral
Sachin Tendulkar : સચિન તેંડુલકરે રવિવારે કર્યો આ દેશી નાસ્તો, સોશિયલ મીડિયામાં Video થયો Viral
Sachin Tendulkar : સચિન તેંડુલકરે વીડિયો મૂકીને કહ્યું મહારાષ્ટ્રનું મિસળપાવ એક નંબર છે.
Sachin Tendulkar: ક્રિકેટના ગોડ સચિન તેના ખાણી પીણીના શોખ માટે પણ જાણીતા છે, અવારનવાર સચિન ખાણીપીણીના વીડિયો અને તસવીરો પોસ્ટ કરે છે. જાણો સચિને કઈ દેશી ડીશના વખાણ કર્યા
sachin Tendulkar Misal Pav Video : ક્રિકેટના ગોડ સચિન તેના ખાણી પીણીના શોખ માટે પણ જાણીતા છે, અવારનવાર સચિન ખાણીપીણીના વીડિયો અને તસવીરો પોસ્ટ કરે છે. થોડા સમય પહેલાં જ પત્નીના જન્મદિને ગુજરાતી ભાણું માણીઆવેલા માસ્ટરબ્લાસ્ટરની તસવીરો સમગ્ર દેશમાં વાયરલ થઈ હતી. ત્યારે આજે સચિને ફરી એકવાર એક ડીશનો વીડિયો પોસ્ટ કર્યો છે. સચિન તેંડુલકરે આ દેશી નાસ્તો માણ્યા બાદ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. સચિનનો વીડિયો લોકોને ખૂબ ગમ્યો છે. સચિનની ફૂડ ઓડીસી પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે.
હકિકતમાં સચિન તેંડુલકરે આજે રવિવારની રજાના દિવસે સવાર સવારના પહોરમાં મિસળ પાવની મજા માણી હતી, મિસળ પાવ એક મહારાષ્ટ્રીય વાનગી છે જે હવે ગુજરાતમાં પણ નવી નથી રહી.પાવ સાથે મિસળનું કોમ્બિનેશન સચિનને ખૂબ પસંદ પડ્યું હતું.
મહારાષ્ટ્રની મિસળ પાવ એક નંબર
સચિને વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે મિસળ પાવ તેને બર્મિસ વાનગી નોસુએ 'Khow Suey'ની યાદ અપાવી જાય છે પરંતુ મહારાષ્ટ્રની મિસળ પાવ તો છે એક નંબર' સચિન આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું રવિવાર હોય કે સોમવારે હું તો ગમે ત્યારે મિસળ પાવ ખાઉ છું. ત્યારબાદ સચિને ચાહકોને પૂછ્યું છે તમારો ફેવરિટ નાસ્તો ક્યો છે?
થોડા દિવસો અગાઉ જ સચિન તેંડુલકરના પત્ની અંજલિનો જન્મદિવસ હતો. આ જન્મદિવસે સચિન ઠાકર ભોજનાલયમાં ગુજરાતી થાળી માણવા ગયો હતો. ગુજરાતી થાળી માણીને સચિને લખ્યું હતું કે મારી પત્નીના ગુજરાતી જીન્સ ખૂબ મજબૂત છે પણ આવું સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન માણી અને અમારા જીન્સના બટન ઢીલા થઈ ગયા છે.
અગાઉ સચિને ઓમલેટ બનાવી હતી ત્યારે તેનો વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. સચિને લખ્યું હતું કે કોઈને ખબર ન હોય તો કહીં દઉ કે મેં આમા માસ્ટરી કરી છે. સચિને તેના ફ્રેન્ડ માટે ફાર્મહાઉસ પર આ ડીશ બનાવી અને વીડિયો મૂક્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર