સચિન તેંડુલકરના પગમાં પડ્યો હતો વિરાટ કોહલી, માસ્ટર બ્લાસ્ટરનો ખુલાસો

 • Share this:
  નવી દિલ્લી: સચિન તેડુંલકર(Sachin Tendulkar) અને વિરાટ કોહલી (Virat Kohli) ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા નામ છે. આ બંન્ને ખેલાડીઓએ ભારતીય ક્રિકેટને એક અનોખા ટોચ પર પહોંચાડ્યું છે. જ્યારે તેંડુલકર તેના કરિયારના અંતિમ સમયમાં હતો ત્યારે ફેન્સને લાગતુ હતુ કે તેની સરખામણી હવે ક્યો ક્રિકેટર લેશે. ત્યારે વિરાટ કોહલી આગળ આવ્યો અને તેણે ભારતીય ટીમના નવા સંકટમોચકની જવાબદારી નિભાવી હતી. અને હવે ફેન્સ તેની તુલના સચિન તેંડુલકર સાથે કરે છે. પરંતુ વિરાટ માટે તો સર્વશ્રેષ્ટ બેટ્સમેન સચિન જ છે. સચિન પણ કોહલીને ખુબ પસંદ કરે છે. હાલમાંજ એક ઈન્ટરવ્યુ દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિને કોહલી સાથેની પહેલી મુલાકાતને યાદ કરતો એક કિસ્સો જણાવ્યો હતો.

  સચિને યૂટ્યૂબ સાથે જોડાયેલા એક શોમાં આ કિસ્સા અંગે ખુલાસો કર્યો હતો. આ ઘટના 2008ની છે. જ્યારે વિરાટ કોહલીનું સિલેક્શન ટીમ ઈન્ડિયામાં થયુ ત્યારે તે ડ્રિસિંગ રૂમમાં સચિનની રાહ જોઈ રહ્યો હતો. આ વાતની જાણ યુવરાજ સિંગને થઈ ત્યારે તેણે હરભજન સિંહ અને ઈરફાન પઠાણ સાથે મળીને તેની ખેચવાનો પ્લાન બનાવ્યો હતો. યુવરાજે કોહલીને કહ્યું હતું કે, જો તમે સચિન પાજીને ડ્રેસિંગ રૂમમાં જોતા હો, તો તરત જ તેના પગમાં પડી જાઓ. જે ટીમમાં નવી આવે છે તે સચિનનો આશીર્વાદ લે છે. અમે આ પણ કર્યું છે. હવે તમારો વારો છે.

  કોહલીએ આ હકીકત સ્વીકારી અને સચિન ડ્રેસિંગ રૂમમાં દેખાતાની સાથે જ તે તેના પગ પર પડી ગયો. સચિને કહ્યું કે, વિરાટને આવું જોઇને તે આશ્ચર્યચકિત થઈ ગયો. પછી તેણે વિરાટને કહ્યું, તમે શું કરો છો? તમારે મારા પગને સ્પર્શવાની જરૂર નથી. આવી વસ્તુઓ ટીમમાં બનતી નથી. આ પછી, કોહલી ઊભો થયો અને તેના નજીકમાં ઉભેલા ખેલાડીઓ તેનો ચહેરો જોઇને હસવા લાગ્યા. આજે પણ સચિન આ વાત યાદ કર્યા પછી હસે છે.
  Published by:kuldipsinh barot
  First published: