ક્રિકેટની દુનિયાના સૌથી સફળ બેટ્સમેન અને ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરની એક મોટી ભવિષ્યવાણી સાચી પડી છે. સચિન તેંડુલકરે 100 એમબી એપ પર કહ્યું હતું કે તેણે 10 વર્ષ પહેલા જ કહી દીધું હતું કે એક દિવસ પૃથ્વી શો ટીમ ઇન્ડિયા તરફથી રમશે. સચિને કહ્યું હતું કે 10 વર્ષ પહેલા મારા એક મિત્રએ મને પૃથ્વી શોની બેટિંગ જોવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે હું પૃથ્વીની રમત જોઉ અને તેને સલાહ આપું. મેં પૃથ્વી શો સાથે મુલાકાત કરી હતી અને તેની રમત સુધારવા થોડીક ટિપ્સ આપી હતી. આ પછી મેં મારા મિત્રને કહ્યું હતું કે પૃથ્વી શો એક દિવસ ટીમ ઇન્ડિયા તરફથી રમશે.
ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની અંતિમ બે ટેસ્ટ માટે પૃથ્વી શોને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેની સાથે આંધ્ર પ્રદેશના હનુમા વિહારીને પણ તક મળી છે. સચિને પૃથ્વી શોને શું સલાહ આપી હતી તેનો ખુલાસો તેણે કર્યો હતો. સચિને કહ્યું હતું કે મેં પૃથ્વી શો ને બેટિંગ ગ્રીપ અને સ્ટાન્સ ના બદલવાની સલાહ આપી હતી.મેં કહ્યું હતું કે જો કોઈ કોચ તને સલાહ આપે તો તેને મારી સાથે વાત કરાવજે.
સચિનની સલાહે પૃથ્વી શોની કારકિર્દીમાં મોટો ફાળો આપ્યો છે. તેણે ઘણા ઓછો સમયમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું હતું અને તેણે સુકાની તરીકે ભારતને અંડર-19 વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો. હવે તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે, જોઈએ તે કેવું પ્રદર્શન કરી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર