Home /News /sport /

83 Movie: સચિને તેંડુલકરે નિહાળી 83 ફિલ્મ, પોતાના આડકતરા 'રોલ' વિશે કરી રમૂજ

83 Movie: સચિને તેંડુલકરે નિહાળી 83 ફિલ્મ, પોતાના આડકતરા 'રોલ' વિશે કરી રમૂજ

સચિન તેંડુલકરની 83 ફિલ્મ વિશેની પોસ્ટ, પોતાના નાનકડા કિરદારને પણ કર્યો યાદ

83 Movie: 83ના વર્લ્ડકપની યાદગાર જીત પર બનેલી ફિલ્મમાં સચિનનો ક્યો રોલ વળી? આ સવાલનો જવાબ જાણવા માટે વાંચો આ અહેવાલ

    કબીર ખાન (Kabir Khan)ની સ્પોર્ટ્સ ડ્રામા '83' (Film 83) રિલીઝ થઈ ગઈ છે. . રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અભિનીત (Ranveer Singh Deepika Padukone Film) ફિલ્મે તેની રિલીઝ પહેલા ફિલ્મ વિવેચકો અને ફિલ્મ ઉદ્યોગના લોકોને પ્રભાવિત કર્યા છે. આ સાથે જ ક્રિકેટરોને પણ આ ફિલ્મ પસંદ આવી રહી છે. ક્રિકેટના ગોડ મનાતા લીટલ માસ્ટર સચિન તેંડુલકરે પણ 83 ફિલ્મ જોઈ છે અને તેના વખાણ કર્યા છે. (Sachin Tendulkar Watched 83) આ ફિલ્મમાં સચિનનો એક આડકતરો સીન બતવવામાં આવ્યો છે. (Sachin Tendulkar's Scene in 83) જેના વિશે સચિને પોતાની પોસ્ટમાં એક રમૂજ કરી છે.

    આ ફિલ્મમાં રણવીરસિંહે કપિલ દેવનો રોલ નિભાવ્યો તે સચિનને ખૂબ ગમ્યું છે. સચિને લખ્યું કે રણવીર સિંહનો અદભૂત દેખાવ છે. સચિનને કપિલ દેવના અદભૂત પ્રદર્શનના કારણે મળેલા પહેલા વર્લ્ડકપની ખૂબ કિંમત છે. સચિને તેનો ઉલ્લેખ પણ કર્યો છે. જોકે, સચિને અંતમાં લખેલી એક લાઇન સૂચક છે. સચિને આ પોસ્ટના અંતમાં લખ્યું છે કે I know the win really inspired the little boy. 😉

    સચિનનો પિક્ચરમાં આડકતરો ઉલ્લેખ

    ભારત વર્ષ 1983માં વર્લ્ડકર જીત્યું ત્યારે સચિન બાળક હશે. સચિનનો આડકતરો ઉલ્લેખ કરતા ફિલ્મના અંતમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં એક સચિન નામનો એક બાળક પોતાના સ્વજનના ખભા પર બેસીને ભારતની જીત માટે નાચી રહ્યો છે. ફિલ્મમાં એવું કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે સચિન આ જીતથી પ્રેરાઈને ક્રિકેટર બન્યો.



    આ કારણે જ સચિને પોતાની જાતના ઉલ્લખને રમૂજ સાથે જણાવ્યું છે કે આ જીતે 'નાનકડા બાળક'ને ખૂબ પ્રેરણા આપી છે. સચિન પોતાની કાબેલિયતથી મહાન બન્યો પરંતુ ખરેખર તેના મૂળમાં પ્રેરણા સ્રોત 83નો વર્લ્ડકપ છે કે નહીં તે સચિન જ જાણે.

    ટીમ ચેમ્પિયન બની ત્યારે બીસીસીઆઈ પાસે ખેલાડીઓને આપવા પૈસા પણ ન હતા

    1983માં જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન બની ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પાસે ખેલાડીઓને આપવા માટે પૈસા નહોતા. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIની આર્થિક સ્થિતિ તે સમયે ખૂબ જ ખરાબ હતી. બીસીસીઆઈના તત્કાલીન પ્રમુખ એનકેપી સાલ્વે ખેલાડીઓને એવોર્ડ આપવા માંગતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે તેઓ વિવશ હતા.

    ખેલાડીઓને પૈસા આપવા લતા મંગેશકર પાસે મદદ માંગવામાં આવી

    આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સાલ્વેએ સ્વર કોકિલા લતા મંગેશકર પાસે મદદ માંગી. ભારતીય ટીમની જીતની ઉજવણી કરવા માટે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં લતા મંગેશકર કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્સર્ટ જબરદસ્ત હિટ રહ્યો હતો અને તેણે 20 લાખ રૂપિયાની કમાણી કરી હતી. બાદમાં ભારતીય ટીમના તમામ સભ્યોને એક-એક લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા.

    બીસીસીઆઈએ પણ ઋણ ચુકવ્યું

    1983ની જીતના 20 વર્ષ પછી, 2003માં, જ્યારે લતા મંગેશકરને તેમની હોસ્પિટલ માટે ભંડોળની જરૂર હતી, ત્યારે BCCI જૂનું દેવું ચૂકવવા આગળ આવ્યું. BCCIએ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવા માટે ચેરિટી મેચનું આયોજન કર્યું. આ ચેરિટી મેચ 2003 વર્લ્ડ કપ પછી જ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જેમાંથી એકત્ર થયેલા પૈસા મંગેશકર હોસ્પિટલને ગયા હતા. લતાજીના પિતાની યાદમાં બનેલ દીનાનાથ મંગેશકર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર પુણેમાં આવેલી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: 83 Moive, સચિન તેંડુલકર

    આગામી સમાચાર