હોકી ખેલાડીને શુભેચ્છા આપવામાં ક્રિકેટના ભગવાને કરી મોટી 'ભૂલ'

News18 Gujarati
Updated: June 26, 2018, 6:03 PM IST
હોકી ખેલાડીને શુભેચ્છા આપવામાં ક્રિકેટના ભગવાને કરી મોટી 'ભૂલ'
ફાઈલ ફોટો

  • Share this:
નવી દિલ્હી: આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે, ભૂલ ગમે તેથી ભૂલ થઈ શકે છે અને આ વખતે ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડૂલકરથી થઈ છે. સચિન તેંડૂલકરે હોકી ખેલાડીઓને શુભેચ્છા આપવામાં એક ભૂલ કરી દીધી છે. અસલમાં છ દેશો વચ્ચે હોકી ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું છે. કેટલાક દિવસ પહેલા ભારતીય ટીમે ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 4-0થી હરાવ્યું. આ સાથે જ ભારતની ટીમ 3 પોઈન્ટ અને ચાર ગોલ સાથે ટોપ પર પહોંચી ગઈ. આ પછી ભારતની ટક્કર આર્જેન્ટીના સામે થઈ અને ભારતે આ મેચ 2-1થી પોતાના નામે કરી લીધી.

આ મેચમાં હરમનપ્રીત સિંહે બીજા ક્વોર્ટરમાં ગોલ કરીને ભારતને લીડ અપાવી. આ સાથે જ મનદીપ સિંહે બીજો ગોલ કરીને ભારતની લીડ 2-0 કરી દીધી. આર્જેન્ટીના એક ગોલ કરીને લીડ ઓછી કરી. આર્જેન્ટીનાએ ગોલ કરવાનો પૂરેપૂરી કોશિસ કરી, પરંતુ ભારતીય ટીમે તેમની કોશિશો પર પાણી ફેરવતા મેચને 2-1થી જીતી લીધી.

ભારતની આ સફળતાની શુભેચ્છા સચિન તેંડૂલકરે ટ્વિટ કરીને આપી, પરંતુ પોતાની આ ટ્વિટમાં એક મોટી ભૂલ કરી બેઠા. અસલમાં સચિન તેંડૂલકરે મેચ પછી ટીમના પ્રદર્શનની તારીફ કરતાં ટ્વિટમાં લખ્યું, "ભારતીય હોકી ટીમ માટે શાનદાર વીકેન્ડ રહ્યું. ભારતે પાકિસ્તાન પછી આર્જેન્ટીનાને હરાવ્યું. સરદાર સિંહનું નામ ખાસ કરીને લેવા માંગીશ જેમને 300મી મેચમાં ભારત માટે મહત્વપૂર્ણ ગોલ કર્યો"જણાવી દઈએ કે, ભારત માટે સરદાર સિંહે કોઈ ગોલ કર્યો જ નહતો. તેંડૂલકરે ફોટો પણ મનદીપ સિંહની શેર કરી હતી. જોકે, થોડી જ વારમાં સચિન તેંડૂલકરે પોતાની ભૂલ સુધારી લીધી. તેમને બીજી વખત ટ્વિટ કરીને, ભારતીય હોકી ટીમ માટે શાનદાર વીકેન્ડ રહ્યું, ભારતે પાકિસ્તાન પછી આર્જેન્ટીનાને હરાવ્યું. સરદાર સિંહનું નામ ખાસ કરીને લેવા માંગીશ જેમને 300મી મેચમાં ભારત માટે મહત્વપૂર્ણ ગોલ કર્યો"

જણાવી દઈએ કે, ભારતે હવે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે. ભારતની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરનાર ફેવરેટ ટીમ છે. ફાઈનલ એક જુલાઈએ થવાની છે.
First published: June 26, 2018, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading