Farmer Protest: પોપ સ્ટાર રિહાના અને પોર્ન સ્ટારને સચિન તેંડુલકરનો જડબાતોડ જવાબ

Farmer Protest: પોપ સ્ટાર રિહાના અને પોર્ન સ્ટારને સચિન તેંડુલકરનો જડબાતોડ જવાબ

અમેરિકાની પોપ સિંગર રિહાનાએ કિસાન આંદોલનના સમર્થનમાં એક ટ્વિટ કર્યું હતું

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્ર સરકાર તરફથી પાસ કરવામાં આવેલા 3 કૃષિ કાનૂનો (Farm Laws) સામે ખેડૂતો દિલ્હીની સરહદો પર છેલ્લા લગભગ અઢી મહિનાથી આંદોલન (Farmers Protest)કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ સિવાય આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી પણ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ખેડૂતોનાને મળી રહેલા સમર્થન પર ક્રિકેટ લીજેન્ડ અને ભારત રત્ન સચિન તેંડુલકરે (Sachin Tendulkar)પોતાની પ્રતિક્રિયા આપી છે.

    સચિન તેંડુલકરે કહ્યું કે ભારતની સંપ્રભુતા સાથે સમજુતી કરવામાં આવી શકાય નહીં. બહારી તાકાત દર્શક હોઈ શકે છે પણ પ્રતિભાગી નહીં. ભારતીય ભારતને જાણે છે અને ભારત માટે નિર્ણય કરવો જોઈએ. આવો એક રાષ્ટ્રના રૂપમાં એકજુટ રહીએ.

    આ પણ વાંચો - દુનિયાના કોઈ પ્રોપેગેન્ડા ભારતની એકતાને ડગાવી શકશે નહીં : અમિત શાહ

    અમેરિકી પોપ સિંગર રિહાનાએ કર્યું હતું ટ્વિટ

    અમેરિકાની પોપ સિંગર રિહાનાએ કિસાન આંદોલનના સમર્થનમાં એક ટ્વિટ કર્યું હતું. રિહાનાએ આંદોલન સંબંધિત એક સમાચારને શેર કરતા ટ્વિટર પર લખ્યું કે આપણે આ વિશે વાત કેમ કરી રહ્યા નથી? રિહાનાએ આ સાથે #FarmersProtestનો ઉપયોગ કર્યો હતો. રિહાના સિવાય થનબર્ગે પણ ટ્વિટ કર્યું હતું કે અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. તેણે આ સાથે સીએનએનના એક સમાચારને ટેગ કર્યા હતા. જેનું શીર્ષક હતું ‘પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસમાં ઝડપ વચ્ચે ભારતે નવી દિલ્હીની આસપાસ ઇન્ટરનેટ સેવા બંધ કરી’

    બીજી તરફ મંત્રીઓએ આને ઇન્ટરનેશનલ પ્રોપેગેન્ડા ગણાવ્યો છે. મંત્રીઓએ #IndiaTogether #IndiaAgainstPropagandaના હેશટેગ સાથે ટ્વિટ કર્યા છે. એક પછી એક ટ્વિટ વિદેશ મંત્રાલયના તે નિવેદન પછી આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કિસાન આંદોલન પર ટ્વિટ કરનાર આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓને આ મુદ્દે યોગ્ય જાણકારી નથી.
    Published by:Ashish Goyal
    First published: