નવી દિલ્હી : કોરોના વાઇરસ (Coronavirus) સંક્રમિત ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને (Sachin Tendulkar) મુંબઈમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાંચ દિવસ પહેલાં સચિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાંચ દિવસ હૉમ ક્વૉરન્ટાઇનમાં સારવાર લીધા બાદ તબીબોની સલાહ મુજબ સચીનને દાખલ કરવાની સ્થિતિ આવે છે. 'રોડ સેફ્ટિ ચેલેન્જ ટુર્નામેન્ટ'માં ભાગ લીધા બાદ સચિનની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
સચિને ટ્વીટર પર લખ્યું છે કે 'મારા માટે પ્રાર્થના-દુઆ કરવા બદલ અને શુભકામનાઓ મોકલવા બદલ આપનો આભાર. મેડિકલ સલાહ અંતર્ગત હું હૉસ્પિટલમાં દાખલ થયો છું, થોડા દિવસોમાં પરત આવી જઈશ. આપ સૌ સુરક્ષિત રહેજો. સમગ્ર દેશને અને મારા ટીમના સાથી ખેલાડીઓને વર્લ્ડકપ વિજયની 10મી એનિવર્સરીની શુભકામનાઓ પાઠવું છું'
બે અઠવાડિયા પહેલાં સચિને રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ઇન્ડિયા લેજન્ડ્સ વતી કેપ્ટનશીપ કરતા ટીમને ફાઇનલમાં જીત અપાવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતે શ્રીલંકા લેજન્ડ્સને હાર આપી હતી. આ ટૂર્નામેન્ટ બાદ ભારતની ટીમમાંથી સચિન, યુસૂફ પઠાણ, ઇરફાન પઠાણ અને એસ.બદ્રીનાથ સંક્રમિત થયા હતા.
Thank you for your wishes and prayers. As a matter of abundant precaution under medical advice, I have been hospitalised. I hope to be back home in a few days. Take care and stay safe everyone.
Wishing all Indians & my teammates on the 10th anniversary of our World Cup 🇮🇳 win.
ઉલ્લેખનીય છે કે સચિનનું સંક્રમણ તેમના પરિવારને ફેલાય નહીં તે માટે તેમણે તકેદારીના ભાગરૂપે પોતાના પરિવારનો કોવીડ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમના પરિવારમાં સદસ્યો નેગેટિવ જાહેર થયા હતા. જોકે, હમક્વૉરન્ટાઇન સચિનને કેટલીક સારવાર આપી આવશ્યક હશે જેથી તબીબોની સલાહ મુજબ તે ભરતી થયો છે.
કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave) દેશમાં જોખમી સાબિત થઈ રહી છે. શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં અધધ 81,466 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 469 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો (Death) છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,356 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં એક્ટિવ દર્દી (Active cases)ઓની સંખ્યા 6,14,696 પાર પહોંચી છે.
દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 93.7 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,23,03,131 કેસ નોંધાયા છે. જ્યારે 1,15,25,039 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોનાને કારણે અત્યારસુધી કુલ 1,63,396 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી દેશમાં 6,87,89,138 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર