Home /News /sport /

સચિનને સૌથી વધારે પરેશાન કરતી હતી આ બોલરની બોલિંગ, આવ્યો હતો પીડાદાયક અંત

સચિનને સૌથી વધારે પરેશાન કરતી હતી આ બોલરની બોલિંગ, આવ્યો હતો પીડાદાયક અંત

(તસવીર - સચિન ટ્વિટર)

સચિને 24 વર્ષ લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ગ્લેન મેકગ્રા, શેન વોર્ન, વસીમ અકરમ, કર્ટની વોલ્શ જેવા ધુરંધર બોલરોનો સામનો કર્યો છે પરંતુ આ બોલરો તેની સામે મુશ્કેલીઓ ઉભી કરી શક્યા ન હતા

નવી દિલ્હી : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સામે બોલિંગ નાખતી વખતે ભલભલા બોલરને પરસેવો આવી જતો હતો. સચિને 24 વર્ષ લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ગ્લેન મેકગ્રા, શેન વોર્ન, વસીમ અકરમ, કર્ટની વોલ્શ જેવા ધુરંધર બોલરોનો સામનો કર્યો છે. પરંતુ આ બોલરો તેની સામે મુશ્કેલીઓ ઉભી કરી શક્યા નહોતા. ઘણા બોલર સચિનની બેટિંગથી ડરતા હતા. જ્યારે સચિન તેંડુલકરને કોઈની બોલિંગથી બીક લાગતી હોય તેવું અત્યાર સુધી કોઈના ધ્યાનમાં નહોતું. ત્યારે હવે સચિન તેંડુલકરને સાઉથ આફ્રિકાના ખેલાડીની બોલિંગ પરેશાન કરતી હતી તેવું સામે આવ્યું છે.

સચિને કેટલાક વર્ષો પહેલા એક સમિટ દરમિયાન તેને સાઉથ આફ્રિકાના કેપ્ટન હેંસી ક્રોન્યે સામે બેટિંગ કરવામાં પરેશાની થતી હતી તેવો ખુલાસો કર્યો હતો. ક્રોન્યેએ 32 વન ડે મેચમાં ​​3 વાર અને 11 ટેસ્ટમાં 5 વાર સચિનને આઉટ કર્યો હતો. ક્રોન્યેની કારકિર્દી ભલે ટૂંકી રહી હોય, પરંતુ તેણે વિશ્વના ટોચના બેટ્સમેનને પોતાની આગવી રમતનો પરચો બતાવ્યો હતો.

મોતનું રહસ્ય

મેચ ફિક્સિંગે ક્રોન્યેની કારકિર્દી સમાપ્ત કરી નાંખી હતી. ત્યાર બાદ 19 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું. જે આજે પણ રહસ્ય છે. આજથી 21 વર્ષ પહેલા ફિક્સિંગ મામલે ક્રોન્યે જેવું મોટું નામ ખુલતા ક્રિકેટ જગતમાં ભૂકંપ આવ્યો હતો. તેણે સટોડીયાઓને માહિતી આપવા અને મેચ ફિક્સ કરવાની વાત કબુલી હતી. તે સમયે અન્ય ઘણા નામ સામે આવ્યા જેનાથી આખું ક્રિકેટ જગત હચમચી ગયું હતું. આ કારસ્તાનના બે વર્ષ બાદ 1 જૂન 2002માં વિમાન દુર્ઘટનામાં ક્રોન્યેનું નિધન થયું હતું.

આ પણ વાંચો - રોજ સવારે વહેલા અને નિશ્ચિત સમયે ઉઠી જનારનું જીવન બદલાઈ જાય છે, સ્લીપ પેટર્ન અંગે આટલું જાણી લો

મેચ ફિક્સિંગે ક્રોન્યેની કારકિર્દી સમાપ્ત કરી નાંખી હતી. ત્યાર બાદ 19 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું


સવારે 3 કલાકે થયો ઘટસ્ફોટ

ક્રિકેટમાં કાળો કલંક લાગી ગયા બાદ ક્રોન્યેએ બિઝનેસમાં આગળ આવવા પ્રયાસ કર્યો હતો. તેમણે બિઝનેસ લીડરશિપમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને બીજી ઇનિંગ્સ શરૂ કરવાની તૈયારી કરી હતી. પરંતુ 2002માં તેણે વિશ્વને અલવિદા કહી દીધું હતું.

ક્રોન્યેએ સાઉથ આફ્રિકા તરફથી 68 ટેસ્ટ અને 188 વનડે મેચ રમી હતી. તેણે 53 ટેસ્ટમાં સુકાની તરીકે જવાબદારી સંભાળી હતી. ક્રિકેટ જગતમાં તેમનું નામ ખૂબ મોટું હતું. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડના એમડી અલી બેચરને પણ ક્રોન્યેની નિષ્ઠા પર વિશ્વાસ હતો. પરંતુ આક્ષેપ લાગ્યાના 4 દિવસ પછી ક્રોન્યેએ સવારે 3 કલાકે ફોન કરીને બેચરને કહ્યું કે, તે પ્રામાણિક ન હતો.

મોતની ભવિષ્યવાણી

થોડા વર્ષો પહેલા બીસીસીને અપાયેલા ઇન્ટરવ્યૂમાં ક્રોન્યેના મોટાભાઈ ફ્રાંસે કહ્યું હતું કે, એક દાયકા પહેલા જ ક્રોન્યેએ તેનું મોત જોઈ લીધું હતું. ક્રોન્યેએ એકવાર કહ્યું હતું કે અમે ક્રિકેટ માટે ઘણી મુસાફરી કરીએ છીએ. ક્યારેક બસ દ્વારા, તો ક્યારેક વિમાન દ્વારા મુસાફરી થાય છે. મારુ મોત વિમાન દુર્ઘટનામાં થશે તેવું મને લાગે છે.
First published:

Tags: Hansie cronje, Match fixing, PLANE CRASH, ક્રિકેટ, સચિન તેંડુલકર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन