શુક્રવારે આઈપીએલના બીજા ક્વોલિફાયર મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટરાઈડર્સને 13 રનથી માત આપીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ સિઝનમાં સતત ચાર હાર બાદ ઈડન ગાર્ડનના મેદાન પર સનરાઈઝર્સના જીતના હિરો રહેલ રાશીદખાનના હાલમાં બધા જ વખાણ કરી રહ્યાં છે અને તેમની મુરીદોની લિસ્ટમાં માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડૂલકર પણ સામેલ થઈ ગયા છે.
આઈપીએલના બીજા ક્વોલિફાયર બાદ સચિને રાશિદ ખાનની તારીફ કરતાં ટ્વિટ કર્યું. પોતાના ટ્વિટમાં તેમને લખ્યું, "મને હંમેશા લાગતું હતું કે, રાશિદ એક શાનદાર સ્પિનર છે પરંતુ હવે મને તે કહેતા જરાપણ ઝીઝક નથી કે, તે આ ફોર્મેટમાં બેસ્ટ સ્પિનર છે. યાદ રાખો કે, તેમની પાસે બેટિંગનું પણ હુનર છે. મહાન ખેલાડી!"
Always felt @rashidkhan_19 was a good spinner but now I wouldn’t hesitate in saying he is the best spinner in the world in this format. Mind you, he’s got some batting skills as well. Great guy.
ક્રિકેટના ભગવાન સચિન તેડૂલકરે આમ જ રાશિદ ખાનના વખાણ કર્યા નથી. રાશીદ માટે સચિનના આ વખાણ બીજી ક્વોલિફાયર મેચ પછી આવ્યા છે, જેમાં તેને માત્ર 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, સાથે જ 10 બોલમાં 34 રનની ઝંઝાવાતી ઈનિંગ રમીને પોતાની ટીમનો સ્કોર 174 રન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાશિદખાનને તેમના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 19 વર્ષના રાશિદે આ પુરસ્કાર હાલમાં જ તેમના દેશ અફઘાનિસ્તાનના જલાલાબાદમાં થયેલ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરી દીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર