સંસદની પિચ પર સચિનનો માસ્ટર શોર્ટ, 6 વર્ષનો પગાર કર્યો દાન

News18 Gujarati
Updated: April 2, 2018, 12:39 AM IST
સંસદની પિચ પર સચિનનો માસ્ટર શોર્ટ, 6 વર્ષનો પગાર કર્યો દાન

  • Share this:
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે રાજ્યસભાના સાંસદ રહ્યાં તે દરમિયાન (6 વર્ષ) મળેલ પગાર તેમજ અન્ય ભથ્થાં વડાપ્રધાન રાહત કોષમાં દાન કરી દીધાં છે. આ રકમ લગભગ 90 લાખ રૂપિયા જેટલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સચિન તેડુંલકરનો આભાર વ્યક્ત કર્યો છે. સચિન તેંડૂલકર 26 એપ્રિલે રાજ્યસભાના મેમ્બર તરીકે નિવૃત થઈ રહ્યો છે. હાલમાં જ તેઓને સંસદમાંથી ઔપચારિક રીતે વિદાય આપવામાં આવી હતી.

વડાપ્રધાન કાર્યાલયે એક પત્ર જાહેર કરી સચિનની સેલેરની રકમ દાન કરી હોવાની જાણકારી આપી છે. નરેન્દ્ર મોદીએ સચિનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, "તેમનું આ યોગદાન સંકટમાં લોકોને સહાયતા આપવા માટે મદદગાર સાબિત થશે."

સચિનના કાર્યાલયે જાણકારી આપી છે કે તેઓએ 30 કરોડ રૂપિયાની સાંસદ ખજાનામાંથી 7.4 કરોડ રૂપિયાના 185 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેમાંથી ક્લાસરૂમના નિર્માણ નવીનીકરણ સહિત શિક્ષા સાથે જોડાયેલાં અનેક વિકાસ કાર્યો સામેલ છે. સચિને સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આંધ્રપ્રદેશના પુટ્ટમ રાજૂ કંડરીગા અને મહારાષ્ટ્રના દૌંજા ગામને દત્તક લીધું હતું.

સચિને સાંસદ રહેતાં માત્ર બે વખત જ રજા માટે સંસદમાં અરજી કરી હતી. પહેલી વખત માર્ચ, 2013માં જ્યારે તેઓએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો ન હતો. અને બીજી વખત ઓગસ્ટ, 2014માં પારિવારિક કારણોસર અરજી લગાવી હતી. સચિન સાંસદ બન્યાં પછી રાજ્યસભાના 19 સેશન ચાલ્યાં. જેમાં તેમની ઉપસ્થિતિ માત્ર 8 % જ રહી. 3 સેશનમાં તેઓ ગેરહાજર રહ્યાં. આ દરમિયાન તેઓએ માત્ર 22 જ સવાલો પૂછ્યાં હતા. 2017ના શિયાળુ સત્રમાં તેમની હાજરી સૌથી વધુ 23% હતી.
First published: April 2, 2018, 12:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading