ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરના પડકાર પછી સચિન ફરી મેદાનમાં ઉતરશે!

News18 Gujarati
Updated: February 8, 2020, 9:47 PM IST
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરના પડકાર પછી સચિન ફરી મેદાનમાં ઉતરશે!
સચિન તેંડુલકર

પડકાર પછી સચિને બેટિંગની પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી

  • Share this:
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકાનાર સચિન તેંડુલકરે (Sachin Tendulkar)ક્રિકેટમાં પોતાની વાપસીની જાહેરાત કરી દીધી છે. સચિને ફરી એક વખત ક્રિકેટના મેદાન પર પગ રાખવાનો નિર્ણય કર્યો છે અને આ બધુ એક ઓસ્ટ્રેલિયન બોલરના પડકારના કારણે થયું છે. સચિને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરીના પડકાર પછી ક્રિકેટમાં વાપસીની વાત કહી છે. એલિસ પેરીએ સચિનને તેની એક ઓવરનો સામનો કરવાનો પડકાર આપ્યો હતો, જેને સચિને કબુલ કરી લીધો છે.

મેલબોર્નમાં જંક્શન ઓવલ મેદાન પર રવિવારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. આ પછી આ મેદાન પર બુશફાયર રિલીફ ફંડની મેચ થશે. જેમાં સચિન તેંડુલકર પોન્ટિંગ ઇલેવન ટીમના કોચ છે. આ મેચ પહેલા સચિને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસા પેરીએ પોતાની બોલિંગનો સામનો કરવાનો પડકાર આપ્યો હતો.આ પણ વાંચો - યુવરાજે ખેંચી સચિન તેંડુલકરની તસવીર, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

એલિસ પેરીએ શનિવારે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું કે હેલ્લો સચિન, બુશફાયર મેચ દ્રારા અહીં ઓસ્ટ્રેલિયામાં તમારું સમર્થન પ્રશંસનિય છે. હું જાણું છું કે તમે એક ટીમના કોચ છો પણ અમારી ટીમના કેટલાક સાથી કાલે રાત્રે વાતચીત કરી રહ્યા હતા અને અમે વિચાર કર્યો કે એ જોવું રસપ્રદ રહેશે કે તમે એક ઓવર માટે નિવૃત્તિ માંથી વાપસી કરો અને આ મેચ ઇનિંગ્સ બ્રેક દરમિયાન થાય.

એલિસ પેરીના પડકાર પછી સચિને બેટિંગની પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી


એલિસ પેરીના વીડિયો પર સચિને પણ જવાબ આપ્યો હતો. સચિને કહ્યું હતું કે સાંભળીને સારું લાગ્યું એલિસા. મને ત્યાં એક ઓવર રમવામાં સારું લાગશે (ખભાની ઇજા અને ડોક્ટરની સલાહ પછી હું આવું કરી શકું છું) આશા છે કે બુશ ફાયર મેચ માટે સારું ફંડ જમા કરી શકીશું.

એલિસ પેરીના પડકાર પછી સચિને બેટિંગની પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. શનિવારે સચિનનો એક ફોટો વાયરલ થયો છે. જેમાં તે મેલબોર્નમાં ઇન્ડોર સ્ટેડિયમમાં બેટિંગ પ્રેક્ટિસ કરવા માટે તૈયાર થઈ રહ્યો છે.
First published: February 8, 2020, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading