સચિન તેંડુલકર ફરી ક્રિકેટ રમતો જોવા મળ્યો, વિરાટ કોહલીને આપી ચેલેન્જ!

News18 Gujarati
Updated: June 29, 2018, 7:06 PM IST
સચિન તેંડુલકર ફરી ક્રિકેટ રમતો જોવા મળ્યો, વિરાટ કોહલીને આપી ચેલેન્જ!

  • Share this:
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર સચિન તેંડુલકરે ફરી એક વખત પગમાં પેડ્સ બાંધી લીધા છે. તે ફરી ગ્લવ્ઝ અને બેટ લઈને ક્રિકેટની પિચ ઉપર ઉતરી ગયો છે. સચિને ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીને ચેલેન્જ પણ આપી છે. ઉલ્લેખનીય છે કે સચિન ફિટ ઇન્ડિયા ચેલેન્જ પર ફરી એક વખત ક્રિકેટ રમ્યો હતો અને વિરાટ સહિત ઘણી મોટી હસ્તીઓને ચેલેન્જ આપી હતી.

સચિને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો શેર કર્યો છે. સચિને પોતાની ફેવરિટ રમતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. આ વીડિયોને પોસ્ટ કરી સચિનેભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ, કિદામ્બી શ્રીકાંત, સાઇના નેહવાલ અને બોક્સર વિજેન્દર સિંહ સહિત ઘણા લોકોને ટેગ કર્યા છે.First published: June 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading