IPL 2021 માટે સચિન યુએઈ પહોંચ્યો છે. તસવીર- Mumbai Indians instagram
IPL 2021ની શરૂઆતના એક સપ્તાહ પહેલા દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ મુંબઈ ઇન્ડિયન્સ કેમ્પમાં (Mumbai Indians)જોડાવા માટે તૈયાર છે. તે આ ટીમનો આઇકોન ખેલાડી છે અને યુએઇ પહોંચ્યો છે.
નવી દિલ્હી: IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માની (Rohit Sharma) આગેવાની હેઠળની આ ટીમે આઈપીએલની ચમકતી ટ્રોફી એક -બે નહીં પણ 5 વખત જીતી છે. લીગમાં મુંબઈની ટીમના શાસનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અગાઉની બંને સીઝનમાં વિજેતા પણ એક જ ટીમ રહી છે. આ વખતે ટીમની નજર હેટ્રિક પર છે. આ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં ટીમની આ તૈયારીમાં એક અનુભવી પણ ઉમેરવામાં આવશે. આ દિગ્ગજ અન્ય કોઇ નહીં પણ ટીમના આઇકોન ખેલાડી છે, મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar in UAE) જે ટૂંક સમયમાં યુએઇમાં ટીમની તાલીમમાં જોઇ શકાય છે.
મુંબઈ ઈન્ડિયન્સે ખુદ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો અને સચિન યુએઈ પહોંચ્યા હોવાની માહિતી આપી હતી. ખરેખર, ફ્રેન્ચાઇઝીએ તેના ખાતા પર સૂટકેસનો ફોટો પોસ્ટ કર્યો છે, જે વાદળી રંગનો છે. આ સૂટકેસ પર મુંબઈ ઇન્ડિયન્સનો લોગો બનાવવામાં આવ્યો છે અને તેની નીચે જ સચિન તેંડુલકરનું નામ લખેલું છે. તેનાથી પુષ્ટિ થઈ છે કે સચિન યુએઈ પહોંચી ગયો છે અને તે ટૂંક સમયમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે હશે.
ટીમના ટ્રેનિંગ સેશનનો ભાગ બનતા પહેલા સચિને 6 દિવસ સુધી એકાંતમાં રહેવું પડશે. આ સમયગાળો પૂરો થયા બાદ તેઓ તેમના પુત્ર અર્જુન તેંડુલકરને તાલીમ આપતા જોઈ શકાય છે. આઈપીએલમાં આ પ્રથમ વખત હશે, જ્યારે સચિન પોતાના પુત્ર અર્જુન તેંડુલકરને ટ્રેનિંગ આપતો જોવા મળી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુટકેશની પોસ્ટ કરીને માહિતી આપી હતી. તસવીર- મુંબઈ ઈન્ડિયન્સ ઈન્સ્ટાગ્રામ
અર્જુનને મુંબઈએ 20 લાખમાં ખરીદ્યો હતો
ડાબોડી ફાસ્ટ બોલર અર્જુનને આઈપીએલ 2021ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો અને તે પહેલાથી જ યુએઈ પહોંચી ગયો છે અને ઝહીર ખાન, ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજ બોલરો પાસેથી બોલિંગની યુક્તિઓ શીખી રહ્યો છે. MIમાં જોડાયા પહેલા, અર્જુન થોડા વર્ષો સુધી નેટ ઇન્ડ બોલર તરીકે મુંબઈ ઇન્ડિયન્સ સાથે હતો અને IPL 2020માં ટીમ સાથે UAE ગયો હતો. તેણે હજુ સુધી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું નથી.
તમને જણાવી દઈએ કે આઈપીએલ 2021 આ વર્ષે એપ્રિલ-મેમાં ભારતમાં રમાઈ રહી હતી. પરંતુ મે મહિનાના પહેલા સપ્તાહમાં કોરોના વાયરસે લીગમાં પણ ધૂમ મચાવી દીધી અને ઘણી ટીમોના ખેલાડીઓ આ વાયરસથી પકડાયા. 29 મેચ બાદ જ લીગ મુલતવી રાખવી પડી હતી. હવે IPLની બાકીની 31 મેચ 19 સપ્ટેમ્બરથી UAE માં રમાશે.
સચિન IPL 2020 માટે યુએઈ ગયો ન હતો. આ વર્ષે પણ તે કોરોનાને કારણે આઈપીએલ 2021 ના પ્રથમ તબક્કામાં ટીમ સાથે જોડાયો ન હતો. રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ બાદ તે કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. તેંડુલકર 2008 થી 2011 સુધી મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન પણ રહ્યો હતો. સચિને 2013માં લીગને અલવિદા કહ્યું હતું. તે જ વર્ષે, મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલનો ખિતાબ જીત્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર