અમિતાભ બચ્ચન કરતા પણ લાંબો થઈ ગયો અર્જુન તેંડુલકર, જાણો તેની હાઇટ

અમિતાભ બચ્ચન કરતા પણ લાંબો થઈ ગયો અર્જુન તેંડુલકર,

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પોતાની ઘાતક બોલિંગથી હંમેશા ચર્ચામાં રહે છે પણ આ વખતે તે પોતાની એક તસવીરના કારણે ચર્ચામાં

 • Share this:
  સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પોતાની ઘાતક બોલિંગથી હંમેશા ચર્ચામાં રહે છે પણ આ વખતે તે પોતાની એક તસવીરના કારણે ચર્ચામાં છે. બુધવારે અર્જુન તેંડુલકર પોતાના પરિવાર સાથે મુંબઈમાં ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં સામેલ થવા પહોંચ્યો હતો. જ્યાં તેણે અમિતાભ બચ્ચન સાથે તસવીર પડાવી હતી. આ તસવીરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તસવીરમાં અર્જુન બીગ બી ની બાજુમાં ઉભો હતો અને તેમના કરતા હાઇટમાં ઊંચો જોવા મળતો હતો. બિગ બીની હાઇટ 6 ફૂટ 2 ઇંચ છે, જ્યારે અર્જુનની હાઇટ 6 ફૂટ 3 ઇંચ છે.

  સામાન્ય રીતે હાઇટ માતા-પિતાના જીન પર નિર્ભર કરે છે પણ અર્જુનના લાંબી હાઇટનું કારણ તેની ટ્રેનિંગ પણ હોઈ શકે છે. અર્જુન ઘણી રનિંગ કરે છે અને ફંક્શનલ ટ્રેનિંગમાં પણ ઘણો પરસેવો પાડે છે. અર્જન ડાબોડી ફાસ્ટ બોલર છે અને લાંબી હાઇટ ભવિષ્યમાં તેનો ઘણો ફાયદો અપાવી શકે છે. લાંબી હાઇટના કારણે અર્જુનને સારા બાઉન્સ મળી શકે છે અને સમય સાથે તેની સ્પીડ પણ વધશે તે નક્કી છે.  મુંબઈમાં ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં ઘણા ક્રિકેટ સ્ટાર્સ જોવા મળ્યા હતા. હરભજન સિંહ પોતાની પત્ની ગીતા બસરા સાથે પહોંચ્યો હતો. યુવરાજ સિંહ, ઝહીર ખાન અને અનિલ કુંબલે પણ હાજર રહ્યા હતા.

  આ પણ વાંચો - પિતાએ કેમ યુવરાજ સિંહનાં ગળામાં પહેરેલો ગોલ્ડ મેડલ ફેંકી દીધો હતો
  Published by:Ashish Goyal
  First published: