સચિને તેના ગુરુની પુણ્યતિથી પર ફોટો શેર કરી યાદ કર્યા
સચિન તેંડુલકરને ક્રિકેટના મેદાનથી દૂર થયાને 9 વર્ષ થઈ ગયા છે, પરંતુ ફેન્સમાં તેનો ક્રેઝ જરાય પણ ઓછો થયો નથી. માસ્ટર બ્લાસ્ટર પણ તેના ફેન્સને નિરાશ કરતો નથી. તે સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલા રહે છે.
નવી દિલ્હી : સચિન રમેશ તેંડુલકરની ક્રિકેટના 'ભગવાન' બનવાની સફરમાં એક વ્યક્તિએ મહત્વની ભૂમિકા ભજવી છે. તે છે રમાકાંત આચરેકર, જેમની પુણ્યતિથિ 2 જાન્યુઆરીએ છે. સચિન પોતાના ગુરુને યાદ કરીને ભાવુક થઈ ગયો હતો. આચરેકરને યાદ કરીને તેણે સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ શેર કરી હતી.
ટ્વિટર પર રમાકાંત આચરેકર સાથેનો પોતાનો એક ફોટો શેર કરતા સચિને લખ્યું કે, તેણે મને ટેકનિક, અનુશાસન અને સૌથી અગત્યની રમતનું સન્માન કરવાનું શીખવ્યું. હું દરરોજ તેમને યાદ કરું છું. આજે તેમની પુણ્યતિથિ છે. હું મારા જીવનના દ્રોણાચાર્યને વંદન કરું છું.
તેના વગર હું જે પ્રકારનો ક્રિકેટર છું તેવો બની શક્યો ન હોત. સચિને અનેક ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે જો રમાકાંત આચરેકર ન હોત તો તેની ક્રિકેટ કારકિર્દી આવી ન હોત. આચરેકરનું 2 જાન્યુઆરી 2019ના રોજ અવસાન થયું હતું. માસ્ટર બ્લાસ્ટરે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જોકે, આજે પણ તેના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. સચિને 100 સદી સાથે 34,357 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.
સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે થાઈલેન્ડમાં ફુલ ફન મૂડમાં હતો. આમાં તે કાયકિંગની ટ્રેનિંગ લેતો જોવા મળી રહ્યો છે. આ પછી, તેણે વધુ એક વીડિયો શેર કર્યો જેમાં તે કડકડતી ઠંડીમાં જમીન પર બેસીને સ્થાનિક ભોજનની મજા માણી રહ્યો છે.
He taught me technique, discipline and most importantly, to respect the game.
I think of him every day. Today, on his death anniversary, I salute the Dronacharya of my life. Without him, I wouldn’t have been the same cricketer. pic.twitter.com/JQ8uijHD9Y
આ વીડિયોમાં તે રાજસ્થનમાં જોવા મળી રહ્યો છે જેમાં 2 મહિલાઓ સ્ટવ પર દેશી રીતે રોટલી બનાવી રહી છે. સચિન તેની પાસે પહોંચે છે અને કહે છે કે મેં આવવાનું વચન આપ્યું હતું, તેથી તે આવ્યો છે. સચિન તેને પૂછે છે કે તે શું રાંધી રહ્યાં છે? ત્યારે મહિલાઓ કહે છે કે તેઓ બાજરી અને ઘઉંની ચપાતી બનાવે છે. આના પર સચિન કહે છે, હું પણ રાંધવાનું જાણું છું, પરંતુ મારી ચપાતીને ગોળ બનતી નથી. આ સાંભળીને મહિલાઓ હસવા લાગે છે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર