Home /News /sport /

પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર સચિન સામે રમવા ઉતર્યો કાંબલી, જુઓ વીડિયો

પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર સચિન સામે રમવા ઉતર્યો કાંબલી, જુઓ વીડિયો

પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર સચિન સામે રમવા ઉતર્યો કાંબલી, જુઓ વીડિયો

રમતા સમયે શિવાજી પાર્કમાં પોતાના બાળપણના દિવસોની યાદ આવી ગઈ - સચિન

    ક્રિકેટની દુનિયામાં સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની મિત્રતા ઘણી જૂની છે. સ્કૂલના દિવસોમાં જ બંને સાથે રમતા હતા. વર્ષો પછી ફરી વખત બંને સાથે મેદાન ઉપર ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા પણ આ વખતે એકબીજા સાથે નહીં પણ એકબીજાની વિરુદ્ધમાં રમ્યા હતા. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંનેએ નેટ્સ ઉપર એકબીજા સામે બોલિંગ અને બેટિંગ કરી હતી. સચિન આ દરમિયાન પોતાના શાનદાર શોટ્સ રમતો જોવા મળ્યો હતો. જેમાં તેનો વિન્ટેજ કવર ડ્રાઇવ શોટ પણ જોવા મળ્યો હતો.

    સચિને આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે અને લખ્યું છે કે વિનોદ કાંબલી સાથે નેટ પર વાપસી કરીને ઘણું સારુ લાગ્યું. રમતા સમયે શિવાજી પાર્કમાં પોતાના બાળપણના દિવસોની યાદ આવી ગઈ. ઘણા ઓછો લોકોને ખબર છે કે અમે બંને હંમેશા એક જ ટીમમાં રહ્યા અને ક્યારેય એકબીજા સામે રમ્યા નથી.




    બીજી તરફ કાંબલીએ સચિન અને પુત્ર સાથે ફોટો શેર કરતા લખ્યું હતું કે એક પિતા, એક દોસ્ત, કોચ અને બેટ્સમેન હોવાનો અહેસાસ...બધુ એક સાથે..બધી ક્રેડિટ સચિન તેંડુલકરને.




    ઉલ્લેખનીય છે કે સચિન અને કાંબલી બંને રમાકાંત આચરેકરના શિષ્ય રહ્યા છે. બંનેએ એકસાથે તેમની પાસે ટ્રેનિંગ લીધી હતી. આ પછી બંને મુંબઈની ટીમ તરફથી પણ રમ્યા હતા. બંને ખેલાડી ભારતીય ટીમમાં પણ સાથે રમ્યા હતા. જ્યાં સચિન તેંડુલકરના રુપમાં દેશને ક્રિકેટનો ભગવાન મળ્યો તો બીજી તરફ કાંબલી મોટાભાગે વિવાદોમાં રહ્યો હતો. આમ છતા સચિન અને કાંબલીની મિત્રતા બેસ્ટ રહી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Vinod kambli, સચિન તેંડુલકર

    આગામી સમાચાર