પર્લ : ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા (SA vs ENG)વચ્ચે બીજી વખત પ્રથમ વન-ડે મેચ શરૂ થઈ થઈ શકી નથી. તેને લઈને બંને બોર્ડ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે જે હોટલમાં ટીમ રોકાઈ હતી ત્યાંના બે સ્ટાફને કોરોના થયો છે. જેથી મેચ રદ કરવાની ફરજ પડી છે. આ પહેલા શુક્રવારે વન-ડે શ્રેણી શરૂ થવાની હતી પણ દક્ષિણ આફ્રિકાના એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી મેચ રવિવાર સુધી ટાળી દેવામાં આવી હતી. હવે ફરીથી આ મેચને ટાળવામાં આવી છે.
ઇંગ્લેન્ડ તરફથી જાહેર કરેલા નિવેદન પ્રમાણે ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓના સેમ્પલને ફરી એક વખત તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. શનિવારે સાંજે સેમ્પલ લેવામાં આવ્યા છે. આવામાં કોરોના રિપોર્ટ આવ્યા પછી રમત શરૂ થશે.
આ પણ વાંચો - મોટો ખુલાસો : ઇંગ્લેન્ડમાં નસ્લવાદનો શિકાર થયો હતો પૂજારા, એક ક્રિકેટર તંગ આવીને આત્મહત્યા કરવા માંગતો હતો
શુક્રવારે સાંજે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બધા ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. શુક્રવારે ઇંગ્લેન્ડના ખેલાડીઓનો ટેસ્ટ થયો ન હતો કારણ કે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે બધા ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે હવે હોટલના બે સ્ટાફ પોઝિટિવ આવતા શનિવારે ફરીથી ઇંગ્લેન્ડના બધા ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. જેથી મેચ રદ કરવી પડી છે.
Published by:Ashish Goyal
First published:December 06, 2020, 15:15 pm