શ્રીસંતે કહ્યું - સચિન 40 વર્ષ રમી શકે તો ધોનીની કારકિર્દી 38 વર્ષમાં કેમ ખતમ થાય?

News18 Gujarati
Updated: May 29, 2020, 3:47 PM IST
શ્રીસંતે કહ્યું - સચિન 40 વર્ષ રમી શકે તો ધોનીની કારકિર્દી 38 વર્ષમાં કેમ ખતમ થાય?
શ્રીસંતે કહ્યું - સચિન 40 વર્ષ રમી શકે તો ધોનીની કારકિર્દી 38 વર્ષમાં કેમ ખતમ થાય?

ધોની પાકિસ્તાન સામે બોલીને સિક્સર મારતો હતો. ધોની પાકિસ્તાન સામે મેચ પહેલા મને કહેતો હતો કે બતાવ આજે કયા બોલરના બોલ પર સિક્સર મારું - શ્રીસંત

  • Share this:
નવી દિલ્હી : એમએસ ધોની (MS Dhoni)ટીમ ઇન્ડિયામાં ક્યારે વાપસી કરશે? શું ધોનીની કારકિર્દી ખતમ થઈ ગઈ છે? ધોનીની વાપસી માટે આઈપીએલનું આયોજન જરુરી છે? આ દરેક સવાલો ભારતીય પ્રશંસકોનાં મનમાં છે. ઘણા લોકોનું માનવું છે કે ટીમ ઇન્ડિયા ધોનીથી આગળ વધી ગઈ છે. જોકે ફાસ્ટ બોલર શ્રીસંત (S Sreesanth)આવું માનતો નથી. શ્રીસંતનું કહેવું છે કે ધોની આજે પણ ફિટ છે અને તે આગામી 3-4 વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે.

શ્રીસંતે હેલો એપ સાથે વાતચીતમાં ધોનીને લઈને મોટું નિવેદન કર્યું છે. તેણે કહ્યું કે ધોનીની ફિટનેસ શાનદાર છે. ધોની પહેલા કરતા વધારે સારો લાગી રહ્યો છે. હાલ ઋષભ પંત, સંજુ સેમસન છે પણ ધોની જેવો કોઈ નથી. ઇશાન કિશન અવશ્ય સારો વિકેટકીપર છે. શ્રીસંતે કહ્યું કે ધોની એક ડોન છે અને તેને પકડવો મુશ્કેલ જ નહીં નામુનકિન છે.

આ પણ વાંચો - પસંદગીકર્તા પર ભડક્યો સુરેશ રૈના, કહ્યું - પરેશાની છે તો મો ઉપર કહી દો

શ્રીસંકે કહ્યું કે એમએસ ધોની પાકિસ્તાન સામે બોલીને સિક્સર મારતો હતો. ધોની પાકિસ્તાન સામે મેચ પહેલા મને કહેતો હતો કે બતાવ આજે કયા બોલરના બોલ પર સિક્સર મારું. મેં કહ્યું કે મોહમ્મદ આસિફ પર લગાવો. ધોનીએ તેની ઓવરમાં લાંબી સિક્સર મારી હતી. ધોની બોલીને સિક્સર લગાવતો હતો. આઈપીએલમાં તો ઉમેશ યાદવ ક્યારેય ધોનીની સિક્સરો ભૂલી શકશે નહીં.

શ્રીસંતે કહ્યું કે ધોનીને વાપસી માટે કોઈ મેચની જરુર નથી. જે દિવસે તે બ્લૂ જર્સી પહેરશે તે તૈયાર રહેશે. તે આર્મીમાં છે. જે દિવસે તે આર્મીનો ડ્રેસ પહેરે છે એક પ્રોફેશનલ ફૌજી બની જાય છે. તેવી જ રીતે ધોનીને ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સી પહેરવાની જરુર છે. ધોની હંમેશા તૈયાર છે. તેને પ્રેક્ટિસની જરુર નથી. તે 38 વર્ષનો છે અને ફિટ છે. જ્યારે સચિન અને દ્રવિડ 20 વર્ષ રમ્યા તો ધોની પણ રમી શકે છે. મને લાગે છે કે ધોની 42 વર્ષ સુધી રમી શકે છે.
First published: May 29, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading