Home /News /sport /7 બોલમાં 7 છગ્ગા! એક ઓવરમાં 43 રન, અમદાવાદમાં ધોનીના ધુરંધરે ધોઈ નાખ્યા, આજ સુધી કોઈ નથી કરી શક્યું આવું
7 બોલમાં 7 છગ્ગા! એક ઓવરમાં 43 રન, અમદાવાદમાં ધોનીના ધુરંધરે ધોઈ નાખ્યા, આજ સુધી કોઈ નથી કરી શક્યું આવું
ઋતુરાજ ગાયકવાડે 7 બોલમાં 7 સિક્સ ફટકારી
Ruturaj Gaikwad 7 sixes in Over: ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં 7 બોલમાં 7 છગ્ગા ફટકાર્યા હતા. એક ઓવરમાં એક નો બોલ સાથે 43 રન નોંધાવીને ઇતિહાસ રચી દીધો હતો.
Ruturaj Gaikwad: ઋતુરાજ ગાયકવાડ IPL માં સતત શાનદાર પરફોર્મ કરીને આજે નવી ઊંચાઈએ પહોંચી ચૂકેલો બેટ્સમેન છે. પણ આજે તેણે એક એવું કરતબ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. તેણે વાઇટ બોલ ક્રિકેટમાં 7 બોલમાં 7 છગ્ગા મારી બતાવ્યા છે. વાઇટ બોલ ક્રિકેટમાં એક જ ઓવરમાં 7 છગ્ગા ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
વિજય હઝારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડનું પરફોર્મન્સ જોવા જેવુ રહ્યું હતું. IPL માં ચેનઈ સુપર કિંગ્સ વતી રમતા આ ખેલાડીએ બેટિંગનો જે દર્શનીય નમૂનો બતાવ્યો હતો એ જોઈ કોઈ પણ ક્રિકેટ ફેન આફરીન પોકારી જાય.
ઋતુરાજે આ ઇનિંગમાં 159 બોલમાં 220 રન ફટકાર્યા હતા. ઉત્તર પ્રદેશ સામેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઋતુરાજે બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. એક જ ઓવરમાં સાત સિક્સ ફટકારીને તેણે ઇતિહાસ રચી દીધો છે. આ મેચ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાઈ હતી. અને શરૂઆતમાં એવું લાગતું હતું કે મહારાષ્ટ્ર ઓછો સ્કોર કરી શકશે પણ પછી ઋતુરાજે જે કરતબ કરી બતાવ્યુ હતું તે ઇતિહાસમાં યાદ રખાશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર