Home /News /sport /IPL 2023માં વાપસી કરશે ઋુષભ પંત, કોચ રિકી પોન્ટિંગે કરી મોટી જાહેરાત, દરેક મેચમાં ટીમ સાથે રહેશે!

IPL 2023માં વાપસી કરશે ઋુષભ પંત, કોચ રિકી પોન્ટિંગે કરી મોટી જાહેરાત, દરેક મેચમાં ટીમ સાથે રહેશે!

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે ઋષભ પંતની ઈજા પર મોટું નિવેદન આપ્યું - દિલ્હી કેપિટલ્સ

ભારતીય વિકેટકીપર રિષભ પંતના સ્વાસ્થ્ય પર ચાહકો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ કેપ્ટન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરે છે. ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે તેને લઈને મોટી જાહેરાત કરી છે.

વધુ જુઓ ...
    દુબઈ : ભારતીય ક્રિકેટ ટીમનો વિસ્ફોટક વિકેટ કીપર અને બેટ્સમેન ઋુષભ પંત ગયા વર્ષે એક ભયાનક કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાલમાં તેની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. ફેન્સ દ્વારા તેના સ્વાસ્થ્યની અપડેટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ કેપ્ટન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરે છે. ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે તેને લઈને મોટી જાહેરાત કરી છે.

    દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગ ઈચ્છે છે કે નિયમિત સુકાની રિષભ પંત આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન દર અઠવાડિયે ડગઆઉટમાં તેની બાજુમાં બેસે. પંતને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કાર અકસ્માતમાં ઈજા થઈ હતી જેના કારણે તે આઈપીએલમાં રમી શકશે નહીં. ભારતના વિકેટકીપર અને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પંત હાલમાં મુંબઈમાં સારવાર હેઠળ છે.

    પોન્ટિંગે ICC સમીક્ષામાં કહ્યું, “તમે આવા ખેલાડીની જગ્યા ભરી શકતા નથી. આવા ખેલાડીઓ સરળતાથી જન્મતા નથી. અમે તેના સ્થાને કોઈ વિકેટ કીપર બેટ્સમેનને લેવાનું વિચારી રહ્યા છીએ. જો તે ખરેખર શારિરીક રીતે રમવા માટે ફિટ ન હોય તો પણ અમે તેને ટીમ સાથે રાખવા ઈચ્છીએ છીએ. જો તે પ્રવાસ કરી શકે અને ટીમ સાથે રહી શકે, તો મને અઠવાડિયાના દરરોજ ડગઆઉટમાં તેની બાજુમાં બેસવાનું ગમશે.

    આ પણ વાંચો : આ ડેશિંગ બેટ્સમેને પહેલા સદી ફટકારી અને પછી કહ્યું આવી વાત, ઓસ્ટ્રેલિયન સીલેક્ટરોની ઉંઘ ઉડી...

    પોન્ટિંગે કહ્યું, "હું ચોક્કસપણે એ સુનિશ્ચિત કરવા માંગીશ કે માર્ચમાં જ્યારે અમે દિલ્હીમાં શિબિર શરૂ કરવા માટે મળીશું ત્યારે જો તે ટીમ સાથે રહી શકશે, તો હું ઈચ્છીશ કે તે અમારી સાથે પૂર્ણ-સમય રહે."''

    ભારત ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે. આ પછી જૂનમાં આ બંને ટીમો વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમાઈ શકે છે. પોન્ટિંગે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે ભારતને પંતની ખોટ પડશે.
    Published by:Sachin Solanki
    First published:

    Tags: Car accident, Cricket New in Gujarati, Ricky ponting, Rishabh pant

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन