World Shooting Championships : સિનિયર લેવલ પર તેની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રુદ્રાક્ષનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા તેણે 10 મીટર રાઈફલમાં વ્યક્તિગત સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
World Shooting Championships : સિનિયર લેવલ પર તેની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રુદ્રાક્ષનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા તેણે 10 મીટર રાઈફલમાં વ્યક્તિગત સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રુદ્રાક્ષ બાલાસાહેબ પાટીલ, કિરણ અંકુશ જાધવ અને અર્જુન બાબુતાની ભારતની ત્રિપુટીએ રવિવારે અહીં પુરૂષોની 10 મીટર એર રાઈફલ ટાઈટલ મુકાબલામાં ચીનને 16-10થી હરાવીને ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમનો પાંચમો મેડલ જીત્યો હતો. સિનિયર લેવલ પર તેની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રુદ્રાક્ષનો આ બીજો ગોલ્ડ મેડલ છે.
આ પહેલા તેણે 10 મીટર રાઈફલમાં વ્યક્તિગત ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા 10 મીટર એર પિસ્તોલ ટીમે પણ ગોલ્ડ મેડલ મુકાબલામાં સ્થાન મેળવ્યું હતું, જેનાથી ભારતનો વધુ એક મેડલ સુનિશ્ચિત થયો હતો.
ફાઈનલમાં ભારતે ચીન સામે યાંગ હાઓરાન (બે વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને બે વખત વિશ્વ ચેમ્પિયન), લિહાઓ શેંગ (ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા) અને સોંગ બુહાન (વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ વિજેતા)ને 14-2ની લીડ સાથે હરાવ્યાં .
આ પછી ચીનની ટીમે જોરદાર વાપસી કરીને આગલી ચાર સિરીઝ જીતીને સ્કોર 10-14 કરી દીધો હતો, પરંતુ ત્યાર બાદ ભારતીય શૂટરોએ ધીરજ જાળવી રાખી અને આગામી સિરીઝ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો. શનિવારે પણ બંને ટીમોએ એકબીજાને જોરદાર ટક્કર આપી હતી પરંતુ ચીનની ટીમે મેચ જીતી લીધી હતી.
ચીનની ટીમ 28 ટીમના ક્વોલિફિકેશન રાઉન્ડના એકમાં અને પછી આઠ ટીમના બીજા રાઉન્ડમાં ભારતને હરાવવામાં સફળ રહી. ચીને પ્રથમ રાઉન્ડમાં ભારતને 0.4 પોઈન્ટથી અને બીજા રાઉન્ડમાં 0.9 પોઈન્ટથી હરાવ્યું હતું.
જોકે, ભારતીય શૂટરોએ આખરે પુરુષોની એર રાઈફલ પર પ્રભુત્વ જમાવ્યું અને વ્યક્તિગત અને ટીમ ટાઇટલ જીત્યા. વ્યક્તિગત વિભાગમાં નિરાશ, ભારતની એર રાઈફલ મહિલા શૂટરોએ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા માટે જર્મનીને 17-11થી પાછળ રાખી દીધી.
ભારતીય ટીમ ચીન કરતાં માત્ર 0.1 પોઈન્ટ પાછળ હતી
મેઘના સજ્જનરે નિર્ણાયક ક્ષણોમાં સતત બે શોટમાં 10.9નો સ્કોર કરીને ઈલાવેનિલ વાલારિવન અને મેહુલ ઘોષ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ, ટીમ ક્વોલિફિકેશનના બીજા રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહીને માત્ર 0.6 પોઈન્ટથી ગોલ્ડ મેડલની સ્પર્ધામાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. પ્રથમ ચરણમાં ભારતીય ટીમ 947.0ના સ્કોર સાથે બીજા સ્થાને રહી હતી અને તે ચીન કરતાં માત્ર 0.1 પોઈન્ટ પાછળ હતી.
પાયલ ખત્રી અને સાહિલ દુધાનેએ બ્રોન્ઝ જીતાડ્યો
માનવી જૈન અને સમીરે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ મિશ્રિત ટીમ જુનિયર ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં ચીનના ફેંગ સિક્સુઆન અને લિયુ યાંગપન સામે 3-17થી પરાજય સાથે ચેમ્પિયનશિપનો ભારતનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતીય જોડી ક્વોલિફિકેશનના પ્રથમ રાઉન્ડમાં 564 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી અને પછી બીજા રાઉન્ડમાં 378 પોઈન્ટ સાથે ટોચ પર રહીને ટાઈટલ મેચ સુધી પહોંચી હતી. પાયલ ખત્રી અને સાહિલ દુધાનેએ આ જ ઈવેન્ટમાં ભારત માટે ચેમ્પિયનશિપનો ચોથો બ્રોન્ઝ જીત્યો હતો. તેઓએ નોર્વેની એન ટોર્જરસન અને હેન્સ નોસ્ટવોલ્ડને ક્લોઝ મેચમાં 16-14થી હરાવ્યાં.
શિવ નરવાલ, નવીન અને વિજયવીર સિદ્ધુની ત્રિપુટી પાંચમા સ્થાને
આ જોડી પ્રથમ રાઉન્ડમાં 563 પોઈન્ટ અને પછી બીજા રાઉન્ડમાં 368 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી અને બ્રોન્ઝ મેચ માટે ક્વોલિફાઈ થઈ. પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં શિવ નરવાલ, નવીન અને વિજયવીર સિદ્ધુની ભારતીય ત્રિપુટી 580 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશન સ્ટેજમાં પાંચમા સ્થાને રહી હતી.
તેમજ મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ટીમ જુનિયર ઈવેન્ટમાં ભારતની નિશ્ચલ, નિકિતા કુંડુ અને નુપુર કુમરાવતે 1278ના સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં 10મું સ્થાન મેળવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર