RR vs RCB: રાજસ્થાનનો પ્રથમ વિજય, બેંગલોરનો સતત ચોથો પરાજય

તસવીર - બીસીસીઆઈ

રાજસ્થાનનો 7 વિકેટે વિજય, બટલરના 59 રન

  • Share this:
    શ્રેયસ ગોપાલની ચુસ્ત બોલિંગ (12 રનમાં 3 વિકેટ) પછી જોશ બટલરની અડધી સદી (59)ની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-12માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ આઈપીએલ-12માં રાજસ્થાનનો પ્રથમ વિજય છે. બીજી તરફ બેંગલોરનો સતત ચોથી મેચમાં પરાજય થયો છે.

    રહાણે 22 રન બનાવી ચહલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. બટલર અને રહાણેએ પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી શાનદાર બેટિંગ જારી રાખતા અડધી સદી ફટકારી હતી. બટલર 43 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 59 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી 34 રને અણનમ રહ્યો હતો. સ્મિથે 38 રન બનાવ્યા હતા.

    પાર્થિવ પટેલના 67 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા છે. રાજસ્થાનને જીતવા માટે 159 રનનો લક્ષ્યાંક મળ્યો છે. આરસીબીએ અંતિમ 5 ઓવરમાં 51 રન બનાવ્યા હતા.

    વિરાટ કોહલી 23 રન બનાવી ગોપાલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ડી વિલિયર્સ પણ ખાસ કમાલ ન કરી શકતા 13 રને ગોપાલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. હેટમાયરનું કંગાળ ફોર્મ યથાવત્ રહેતા 1 રને ગોપાલનો ત્રીજો શિકાર બન્યો હતો.



    પાર્થિવ પટેલે એક છેડો સાચવતા 41 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 67 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે  29 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ યૂએઈમાં પાકિસ્તાન સામે શ્રેણી જીત્યા પછી હવે બેંગલોરની ટીમ સાથે જોડાઈ ગયા છે. તેની પ્લેઈંગ ઇલેવનમાં તક આપવામાં આવી છે.



    બંને ટીમો આ પ્રમાણે છે
    રાજસ્થાન રોયલ્સ - અજિંક્ય રહાણે, સ્ટિવન સ્મિથ, રાહુલ ત્રિપાઠી, જોશ બટલર, બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બિન્ની, કે ગૌતમ, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, વરુણ એરોન, ધવલ કુલકર્ણી,

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર - પાર્થિવ પટેલ, હેટમાયર, વિરાટ કોહલી, ડી વિલિયર્સ, મોઈન અલી, અક્ષદીપ નાથ, માર્કોસ સ્ટોઇનિસ, નવદીપ સૈની, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, ચહલ.
    Published by:Ashish Goyal
    First published: