IPL 2021: સંજૂ સૈમસન કરશે પંતના રેકોર્ડની બરાબરી, રાહુલ બનશે મોટો ખતરો

  • Share this:
    નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની ટીમ આઇપીએલમાં જીત સાથે શરૂઆત કરવાની ઇચ્છા રાખશે. થોડા સમય બાદ ટીમ તેની પહેલી મેચ પંજાબ કિંગ્સ સાથે રમશે. મહત્વનું છે, કે ગત સિઝનમાં બંન્ને ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં અસફળ રહી હતી. એવામાં બંન્ને ટીમો માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. રાજસ્થાન રોયલ્સે આ વર્ષે સંજુ સેમસનને (Sanju Samson)ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.

    હાલની સિઝનમાં દિલ્હી અને રાજસ્થાને યુવા ખેલાડીઓને કમાન સૌપી છે. ઋષભ પંતની કેપ્ટનશીપમાં વાળી દિલ્હીની ટીમે પ્રથમ મેચમાં ઘોનીની ટીમની કેપ્ટનશીપ વાળી ટીમને હરાવી હતી. હવે સંજૂ સૈમસન પણ પંતની જેમ જીત સાથે આ સિઝનની શરૂઆત કરવાની ઇચ્છા ધરાવશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પીચ બેટીંગ કરવા માટે ખુબ સારી માનવામાં આવે છે. આ મેચમાં મોટા સ્કોર વાળી મેચ જોવા મળી શકે છે.

    રાજસ્થાન માટે રાહુલ મોટો ખતરો

    પંજાબ કિંગ્સના કેપ્ટન કે.એલ રાહુલ ગત સિઝનમાં જોરદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો. પંજાબની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં અસફળ રહી હતી છતા પણ તેણે 14 ઈનિંગમાં 56ની એવરેજથી 670 રન કર્યા હતા. આ જેમાં એક સદી અને 5 અડધી સદીનો સમાવવેશ થાય છે. રાહુલ સિવાય કોઇ પણ બેસ્ટમેન 650+ સ્કોર કરવામાં અસફળ રહ્યો હતો.

    ગત સિઝનમાં રાજસ્થના બંન્ને મેત જીત્યુ

    ચુએઇમાં યોજાયેલી ગત સિઝનની વાત કરીએ તો રાજસ્થાનની ટીમ પંજાબ પર ભારે પડી હતી. રાજસ્થાને યોજાયેલી ગત સિઝનની બંન્ને મેચોમાં જીત મેળવી હતી. એક મેચમાં તો ટીમે 226 રન કરીને જીત મેળવી હતી, ઓવરરઓલ ટી-20 રેકોર્ડની વાત કરીએ તો બંન્ને વચ્ચે 21 વાર મેચ થઇ છે. જેમાં રાજસ્થાને 12 મેચ જીતી છે જ્યારે પંજાબે 9 મેચમાં જીતત મેળવી છે.
    Published by:kuldipsinh barot
    First published: