RR vs DC: પંતની આક્રમક બેટિંગ, દિલ્હી વિજય સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વન

અજિંક્ય રહાણેની સદી એળે, રિષભ પંતના 36 બોલમાં અણનમ 78 રન

અજિંક્ય રહાણેની સદી એળે, રિષભ પંતના 36 બોલમાં અણનમ 78 રન

  • Share this:
    રિષભ પંત (78*) ,શિખર ધવન (54)ની અડધી સદી અને પૃથ્વી શો ના ઉપયોગી 42 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

    શિખર ધવન 27 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે 54 રન બનાવી આઉટ થયો હતો. ધવન અને પૃથ્વી શોએ પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. ધવન પછી જલ્દી  કેપ્ટન ઐયર આઉટ થયો હતો. પંત અને પૃથ્વી શો એ 84 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. પૃથ્વી શો 42 રને આઉટ થયો હતો. પંત 36 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે 78 રન બનાવી અણનમ રહ્યો હતો અને મેચ જીતાડી હતી.

    આ પહેલા રાજસ્થાન તરફથી સંજુ સેમસન ખાતું ખોલાયા વિના રન આઉટ થયો હતો.  સ્મિથ 50 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. સ્મિથ અને રહાણે વચ્ચે 130 રનની ભાગીદારી નોંધાઈ હતી . સ્મિથે 31 બોલમાં 8 સાથે 50 રન પૂરા કર્યા હતા. સ્ટોક્સ 8 રન બનાવી મોરિસનો શિકાર બન્યો હતો. રહાણેએ શાનદાર બેટિંગ કરતા 63 બોલમાં 11 ફોર અને 3 સિક્સર સાથે 105 રન બનાવ્યા હતા.  આ પહેલા  રહાણેએ 32 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા.



    આઇપીએલ-2019ના 40માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં રાજસ્થાનની ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી. જ્યારે દિલ્હીની ટીમમાં સંદીપ લામિછાનેવા સ્થાને ક્રિસ મોરિસને સ્થાન મળ્યું છે.

    બંને ટીમો આ પ્રમાણે છે

    રાજસ્થાન રોયલ્સ - અજિંક્ય રહાણે, સંજુ સેમસન, સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, રિયાન પરાગ, એશ્ટોન ટર્નર, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી.

    દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, કોલીન ઇન્ગ્રામ, અક્ષર પટેલ, રુધરફોર્ડ, ક્રિસ મોરિસ, અમિત મિશ્રા, કાગિસો રબાડા, ઇશાંત શર્મા.
    Published by:Ashish Goyal
    First published: