નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. તેમની કપ્તાનીમાં ભારતે 2 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. 2007માં ધોનીના નેતૃત્વમાં ભારતે પહેલી જ સિઝનમાં પાકિસ્તાનને હરાવીને ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ જોગીન્દર શર્માએ ફાઇનલમાં છેલ્લી ઓવર નાંખી અને તે ટીમની જીતનો હીરો બન્યો હતો. ભારતના ચેમ્પિયન બન્યાના 16 વર્ષ બાદ ધોનીના બેસ્ટ ફ્રેન્ડ આરપી સિંહે જોગીન્દર શર્માને અંતિમ ઓવર આપવાના ધોનીના નિર્ણય અંગે મોટો ખુલાસો કર્યો છે.
આરપી સિંહે SA20 લીગ મેચમાં કોમેન્ટ્રી દરમિયાન જોગીન્દર શર્માને અંતિમ ઓવર આપવાના ધોનીના નિર્ણય પાછળનું સાચું કારણ જણાવ્યું હતું. આરપી સિંહે કહ્યું કે છેલ્લી ઓવર ફેંકવા માટે ધોની પાસે અવેજી તરીકે હરભજન સિંહ અને જોગીન્દર શર્મા હતા. પરંતુ હરભજને પાકિસ્તાનની ઈનિંગની 17મી ઓવર નાંખી હતી અને તે ઓવરમાં મિસ્બાહ-ઉલ-હકે ત્રણ સિક્સર ફટકારી હતી. આ પછી જ ધોનીએ મોટું જોખમ લીધું અને અંતિમ ઓવર જોગીન્દર શર્માને આપી હતી.
આરપી સિંહે આગળ કહ્યું, “ધોનીનું માનવું હતું કે 20મી ઓવર 17મી, 18મી અને 19મી ઓવર જેટલી મહત્વની નથી. તે સમયે મિસ્બાહ ખૂબ જ સારું રમી રહ્યો હતો. હરભજને સામાન્ય રીતે 17મી ઓવર ફેંકી હતી અને ઘણી વખત તેને વિકેટો મળી હતી. પરંતુ તે દિવસે મિસ્બાહ ઉલ હક અલગ રીતે રમી રહ્યો હતો. તેથી જ 17મી ઓવર માટે હરભજનને લેવાનો ધોનીનો નિર્ણય ભારે સાબિત થયો હતો.
'જો તે ડાબોડી બેટ્સમેન હોત તો હરભજને અંતિમ ઓવર કરી હોત'
તેમણે વધુમાં કહ્યું કે તેથી જ હરભજને માત્ર 3 ઓવર જ ફેંકી હતી. તે છેલ્લી ઓવર પણ ફેંકી શક્યો નહોતો. મારે 19મી ઓવર નાખવાની હતી અને શ્રીસંતે મારી પહેલા 18મી ઓવર ફેંકી હતી. 20મી ઓવરને લઈને ધોની પાસે બે વિકલ્પ હતા. એક હરભજન સિંહ, જેની સામે મિસ્બાહે આક્રમક બેટિંગ કરી અને બીજો જોગીન્દર. જો તે સમયે ડાબોડી બેટ્સમેન હોત તો હરભજને કદાચ મોંઘો સાબિત થયા પછી પણ અંતિમ ઓવર ફેંકી શક્યો હોત. પરંતુ સ્ટ્રાઇક પર જમણા હાથનો બેટર હતો. તેથી જ ધોનીએ જોગીન્દરના હાથમાં બોલ સોંપ્યો અને તે પછી શું થયું. એ ઈતિહાસ છે.
પાકિસ્તાનને છેલ્લા 4 બોલમાં 6 રનની જરૂર હતી. પરંતુ છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર જોગિન્દરે મિસબાહ ઉલ હકને આઉટ કરીને ભારતને વર્લ્ડ કપમાં જીત અપાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર