આ ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ, ગુજરાતી યુવતી સાથે કર્યા છે લગ્ન

News18 Gujarati
Updated: September 5, 2018, 4:06 PM IST
આ ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ, ગુજરાતી યુવતી સાથે કર્યા છે લગ્ન
32 વર્ષના ફાસ્ટ બોલરે ટ્વિટર દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી

32 વર્ષના ફાસ્ટ બોલરે ટ્વિટર દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી

  • Share this:
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહે મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 32 વર્ષના ફાસ્ટ બોલરે ટ્વિટર દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. આરપી સિંહ છ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહ્યો હતો અને ત્રણેય ફોર્મેટમાં 82 મેચ રમતા 100થી વધારે વિકેટો ઝડપી હતી. આરપી સિંહ 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ઇન્ડિયાની ઐતિહાસિક જીતનો હીરો હતો. આરપી સિંહે 13 વર્ષ પહેલા ચાર સપ્ટેમ્બર, 2005માં ડેબ્યુ કર્યુ હતું, તે જ દિવસે તેને નિવૃત્તિની જાહેરાત કરી હતી. આરપી સિંહ ગુજરાતનો જમાઇ છે, તેને અમદાવાદી યુવતી દેવ્યાંશી પોપટ સાથે લગ્ન કર્યા છે.

આરપી સિંહ અને દેવ્યાંશીની પ્રથમ મુલાકાત એક રણજી ટ્રોફી મેચ દરમિયાન વર્ષ 2009માં થઇ હતી. તે યૂપી અને ગુજરાત વચ્ચે મેચ જોવા માટે પહોચી હતી, કારણ કે ગુજરાતની ટીમ તરફથી તેના કેટલાક મિત્રો પણ ક્રિકેટ રમી રહ્યાં હતા. તેમને જ પ્રથમ વખત દેવ્યાંશીની પ્રથમ વખત રૂદ્ર પ્રતાપ સાથે મુલાકાત કરાવી હતી. તે બાદ બન્ને સારા મિત્ર બની ગયા. આ બન્નેને જલ્દી જ અહેસાસ થયો કે તેમની મિત્રતા પ્રેમમાં બદલી શકે છે. આશરે ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બન્નેએ 2012માં લગ્ન કરી લીધા હતા.

આરપી સિંહ ગુજરાતનો જમાઇ છે, તેને અમદાવાદી યુવતી દેવ્યાંશી પોપટ સાથે લગ્ન કર્યા છે.


આરપી સિંહ વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાઇ ગયો હતો, તેના જીવનની નવી શરૂઆતમાં ખાસ મિત્ર મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે પહોચ્યો હતો.
First published: September 5, 2018, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading