રોનાલ્ડોએ ઈટલીથી મંગાવ્યું ખાસ આઈસ બાથટબ, જાણો કેવી રીતે કરે છે ફિટનેસમાં મદદ

માન્ચેસ્ટર યુનાઈટેડનો સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 36 વર્ષની ઉંમરે પણ ફિટનેસની બાબતે ભલભલાને હંફાવી દે છે.

માન્ચેસ્ટર યુનાઈટેડનો સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 36 વર્ષની ઉંમરે પણ ફિટનેસની બાબતે ભલભલાને હંફાવી દે છે. તેની રમતમાં ટોચ પર રહેવા માટે, તે ફિટનેસ પર મહત્તમ ભાર મૂકે છે અને તેના માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.

  • Share this:
    નવી દિલ્હી:  માન્ચેસ્ટર યુનાઈટેડનો સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Christiano Ronaldo Fitness Regime) 36 વર્ષની ઉંમરે પણ ફિટનેસની બાબતે ભલભલાને હંફાવી દે છે. તેની રમતમાં ટોચ પર રહેવા માટે, તે ફિટનેસ પર મહત્તમ ભાર મૂકે છે અને તેના માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. તાજેતરમાં તેની એક વિશેષતા પ્રકાશમાં આવી હતી. જ્યારે તેણે ઈજામાંથી સાજા થવા માટે ઈટાલી પાસેથી 50 હજાર પાઉન્ડ (લગભગ 51 લાખ રૂપિયા) ની ખાસ આઈસ બાથ ટબ મંગાવ્યું હતું. આ ટબ સાધારણ નથી. આમાં ક્રિઓથેરાપી આઇસ ટબ ( Cryotherapy ice chamber) માટે ખાસ ચેમ્બર બનાવવામાં આવ્યા છે, જેમાં બેસીને ખેલાડીના સ્નાયુઓની ઇજા ઝડપથી મટી જાય છે.

    બ્રિટીશ અખબાર ધ સનના અહેવાલ મુજબ, રોનાલ્ડો આ ક્રિઓથેરાપી ચેમ્બર ઇટાલીથી ઇંગ્લેન્ડ લાવ્યો છે. જ્યાં તે હાલમાં માન્ચેસ્ટર યુનાઇટેડ માટે પ્રીમિયરમાં રમી રહ્યો છે. રોનાલ્ડોએ આ આઇસ બાથ ટબ ખરીદ્યુ હતું, તેથી તેને લાખો રૂપિયા ખર્ચ કરીને ઇંગ્લેન્ડ લાવવામાં આવ્યું છે. જેથી પ્રીમિયર લીગ દરમિયાન ઈજાના થાય તો તે ઝડપથી સ્વસ્થ થઈ શકે. આ આઈસ ચેમ્બરની વિશેષતા એ છે કે, તાપમાન -200 ડિગ્રી સુધી જાય છે, જે માનવ પેશીઓના ઉપચાર માટે ખુબજ મદદ કરે છે.

    સંપૂર્ણ શરીરની સારવાર માટે, પોર્ટુગીઝ સ્ટાર રોનાલ્ડો શરીરના આકારની કેપ્સ્યુલની અંદર જતા પહેલા બેઝબોલ ખેલાડી જેવી કીટમાં પહેરવામાં આવશે. આ ચેમ્બરમાં શરીરના આકારની કેપ્સ્યુલ છે. પ્રવાહી નાઇટ્રોજન અંદર જતાની સાથે જ કેપ્સ્યુલની આસપાસ ફેંકાય છે. જેથી રોનાલ્ડોના શરીરને ચોક્કસ તાપમાને ઠંડુ કરી શકાય. કોઈપણ વ્યક્તિ આ કેપ્સ્યુલની અંદર વધુમાં વધુ 5 મિનિટ વિતાવી શકે છે. કારણ કે આનાથી વધુ સમય સુધી રહેવાથી આરોગ્યને ગંભીર ખતરો થઈ શકે છે.

    આ પણ વાંચો: IPL 2021: આરસીબી પ્લેઓફમાં કેકેઆર સાથે ટકરાશે, દિલ્હીનો મુકાબલો સીએસકે સાથે

    આ થેરાપી અંગે નિષ્ણાતો માને છે કે, આના દ્વારા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપચારની મદદથી, થાક ખૂબ જ ઝડપથી દૂર થાય છે અને ઈજાની રિકવરી પણ ઝડપી થાય છે. તેથી જ વ્યાવસાયિક ખેલાડીઓ તેનો ઉપયોગ કરે છે. રોનાલ્ડો 2013 થી આ થેરાપીનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે તે સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ માટે રમ્યો હતો. તેના સિવાય, તેના માન્ચેસ્ટર યુનાઇટેડના સાથીદાર માર્કસ રાશફોર્ડ અને તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી ગેરેથ બેલે પણ તેની ઇજામાંથી બહાર આવવા માટે આ થેરાપીનો ઉપયોગ કર્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published: