સોશિયલ મીડિયામાં રાતોરાત પ્રસિદ્ધ થઈ ગઈ આ ક્રિકેટરની બોલિંગ સ્ટાઇલ!

આ બોલરે 40ની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, એક મહત્વની મેચમાં તેણે લાંબી ઓવર પણ કરી હતી.

News18 Gujarati
Updated: July 31, 2019, 1:52 PM IST
સોશિયલ મીડિયામાં રાતોરાત પ્રસિદ્ધ થઈ ગઈ આ ક્રિકેટરની બોલિંગ સ્ટાઇલ!
બોલિંગ કરવાની અનોખી સ્ટાઇલ
News18 Gujarati
Updated: July 31, 2019, 1:52 PM IST
અત્યાર સુધી તમે એવા બોલરો જોયા હશે જેની સ્ટાઇલ સામે ભલભલા બેટ્સમેનો પણ ટકી શકતા ન હોય. કોઈએ યોર્કરમાં મહારથ હાંસલ કર્યું હોય છે તો કોઈ પોતાની ફિરકી માટે જાણીતો હોય છે. અમુક બોલરોના બોલની ઝડપ સામે બેટ્સમેનો ટકી શકતા નથી. જોકે, આ બધાની વચ્ચે એક બોલરની સ્ટાઇલ તમને વારંવાર જોવી ગમશે. વીડિયો જોયા બાદ તમને લાગશે કે બોલરની સાથે સાથે બેટ્સમેન પણ હટકે નીકળ્યો હતો.

ખરાબ બોલનો ફાયદો ન ઉઠાવી શક્યો બેટ્સમેન

યૂરોપીયન ટી20 ક્રિકેટ લીગમાં રોમાનિયન મૂળનો ક્રિકેટર પાવેલ ફ્લોરિન બોલિંગની ખાસ સ્ટાઇનલે કારણે રાતોરાત સોશિયલ મીડિયામાં છવાય ગયો છે. લીગની એક મેચમાં ક્લૂઝ ક્રિકેટ ક્લબ તરફથી રમતા ફ્લોરિને ડ્રેક્સ ક્રિકેટ ક્લબ વિરુદ્ધ એક લાંબી ઓવર ફેંકી હતી. જ્યારે ફ્લોરિન બોલિંગ કરવા આવ્યો ત્યારે તમામ લોકો તેની સ્ટાઇલ જોઈને ચકિત થઈ ગયા હતા.


ફ્લોરિને ખૂબ ખરાબ બોલિંગ કરી હતી અને ખૂબ વાઇડ બોલ ફેંક્યા હતા. સ્ટ્રાઇક પર રહેલો બેટ્સમેન પણ જરા હટકે હતો. જોકે, તે ખરાબ બોલનો ફાયદો ઉઠાવી શક્યો ન હતા અને સતત પ્રયાસો છતાં એક પણ બોલને બાઉન્ડ્રી સુધી પહોંચાડી શક્યો ન હતો.

ક્રિકેટની રમત સાથે ખૂબ પ્રેમ

ફ્લોરિને કહ્યુ કે તેને એ વાતની જરા પણ ચિંતા નથી કે તેની એક્શન વિશે લોકો શું કહે છે. તે ફક્ત એ માટે રમી રહ્યો છે, કારણ કે તેને ક્રિકેટથી પ્રેમ છે. તેના કહેવા પ્રમાણે એવું પણ બની શકે કે અમુક લોકોને તેની બોલિંગ સુંદર અને પ્રભાવી ન લાગે પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. આ રોમાનિયન ખેલાડીએ 40ની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
First published: July 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...