T20 World Cup : અંદરની વાત! T20 વર્લ્ડકપ પછી ભારતના નવા કપ્તાન તરીકે આ નામ નક્કી, બદલાશે ટીમ ઈન્ડિયાની 'સરકાર'

T20 World Cup 2021: વિરાટ કોહલી કેપ્ટન તરીકે એક પણ આઇસીસી ટ્રોફી જીતી નથી શક્યો. (ફાઇલ તસવીર- AFP)

T20 Captain of India: BCCIએ અંદરખાને નક્કી કરી લીધું છે, વર્લ્ડકપ બાદ નક્કી થઈ જશે આ નામ, બેટિંગમાં કર્યા છે ધમાકેદામ કામ

  • Share this:
    it Virat વિરાટ કોહલી યુએઈમાં વર્લ્ડ કપ બાદ ટી 20 આંતરરાષ્ટ્રીય (ICC T20 World cup) ક્રિકેટમાંથી ભારતના કેપ્ટનપદેથી (Kohli to Resign As Captain) રાજીનામું આપશે. જોકે, બીસીસીઆઈએ હજુ સુધી આગામી ભારતીય કેપ્ટનની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના હાલના વ્હાઇટ બોલ વાઇસ કેપ્ટન (White Ball Vice Captain Rohit Sharma) રોહિત શર્મા આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 (ICC Men's T20 World Cup) પછી આગામી ટી 20 કેપ્ટન બનશે (Rohit Sharma to Become New T20 Captain) વિરાટ કોહલીએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તે આગામી ટી 20 વર્લ્ડ કપ 2021 પછી ટી 20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દેશે. ત્યારથી, રોહિત શર્મા આગામી ટી 20 કેપ્ટન બનશે તે અંગે સતત અટકળો ચાલી રહી હતી.

    ઇનસાઇડ સ્પોર્ટ્સ અનુસાર, બીસીસીઆઇના એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે રોહિત શર્મા ભારતનો આગામી ટી 20 કેપ્ટન હશે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, “જગ જાહેર છે કે રોહિત શર્મા નેતૃત્વ જૂથમાં રહ્યો છે અને તે ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ પાસેથી કપ્તાન તરીકેની જવાબદારી સંભાળશે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે વર્કલોડના કારણે ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતના ટી 20 આંતરરાષ્ટ્રીય કેપ્ટનપદેથી રાજીનામું આપી દેશે.

    2014 બાદ પહેલીવાર અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન

    આ સાથે જ 2014માં મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું અને કોહલીને લગામ સોંપી ત્યાર બાદ ભારત પ્રથમ વખત અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટનશીપમાં પરત ફરશે. આ પછી, વિરાટ કોહલીએ 2017માં ટી 20 આંતરરાષ્ટ્રીય કેપ્ટનનું પદ સંભાળ્યું. ત્યારથી કોહલીએ 45ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. વિરટની કેપ્ટનશીપમાં ભારતે 65.11ની ટકાવારી સાથે 27 મેચ જીતી છે.

    આ પણ વાંચો :   IND VS PaK : આ છે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ, ફિલ્મોની હીરોઇન જેવી છે લાઇફ સ્ટાઇલ

    શર્મા સૌથી સફળ આઈપીએલ કપ્તાન

    વિરાટ કોહલીએ ટી 20 કેપ્ટન પદ છોડવાની ચર્ચા કરી છે ત્યારે ટી20 ફોર્મેટમાં શર્મા ભારતનો ત્રીજો પૂર્ણ-સમયનો કેપ્ટન હશે. સુરેશ રૈના અને વીરેન્દ્ર સહેવાગે પણ ટી 20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્મા સૌથી સફળ આઈપીએલ કેપ્ટન છે જેણે 59.68 ની જીત ટકાવારી સાથે પાંચ ટાઇટલ જીત્યા છે. દરમિયાન તેણે ભારત માટે 19ટી 20 આંતરરાષ્ટ્રીય મેચનું નેતૃત્વ કર્યું છે.

    કપ્તાન તરીકે રોહિતનો રેકોર્ડ

    રોહિતે 78.94 ની ટકાવારી સાથે 15 વખત જીત મેળવી છે. તેણે 2017 માં શ્રીલંકા સામેની દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતની કેપ્ટનશિપની સફર શરૂ કરી હતી અને ત્રણેય મેચ જીતી હતી. જોકે, કેપ્ટન તરીકે તેની પ્રથમ મોટી ટેસ્ટ 2018 ની નિદાહસ ટ્રોફીમાં હતી.

    રોહિત બાદ કૉચ તરીકે દ્રવિડ આવશે

    આ સિવાય રોહિત શર્મા માત્ર કેપ્ટન તરીકે જ ખીલ્યો નથી, પરંતુ તેણે કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન બેટ્સમેન તરીકે મોટો સ્કોર પણ બનાવ્યો છે. તે 19 મેચોમાં, રોહિતે 41.88 ની સરેરાશથી 712 રન બનાવ્યા, જેમાં બે સદી અને પાંચ અડધી સદી સામેલ છે. રોહિત શર્માની નિમણૂક બાદ BCCI રાહુલ દ્રવિડને ભારતના આગામી કોચ તરીકે પણ લાવશે. જો કે, તેઓએ ચીફ કોચ માટે પ્રેઝન્ટેશન આપવા સહિતની સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

    આ પણ વાંચો : Photos: વિરાટ કોહલીએ અનુષ્કાએ વામિકા સાથેની તસવીરો મૂકી, દુબઈમાં વર્લ્ડકપ પહેલાની સુંદર પળો

    ભારતીય ટીમ માટે નવા કોચની અરજીઓ મંગાવાઈ છે

    BCCI એ મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચની ભૂમિકાઓ માટે અરજીઓ મંગાવી હતી, મુખ્ય કોચ પદ માટે અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર હતી.
    Published by:Jay Mishra
    First published: