Home /News /sport /રોહિત શર્મા હતો સૂર્યવંશમનો દીવાનો, વોચમેનની નોકરી જતાં પોતાના ઘરે કામ પર રાખી લીધો હતો

રોહિત શર્મા હતો સૂર્યવંશમનો દીવાનો, વોચમેનની નોકરી જતાં પોતાના ઘરે કામ પર રાખી લીધો હતો

રોહિત શર્મા.

રોહિતનો મિત્ર જણાવે છે કે એક સમયે રોહિત શર્મા અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ ફિલ્મને ખૂબ પસંદ કરતો હતો. જ્યારે પણ આ ફિલ્મ ટીવી પર આવતું ત્યારે તે ટીવી સામે બેસી જતો હતો.

  રોહિત શર્માએ તાજેતરમાં પૂરા થયેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પાંચ સદી સાથે 648 રન બનાવ્યાં હતાં. આગામી ત્રીજી તારીખથી શરૂ થઈ રહેલા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં પણ રોહિતનું ફોર્મ આવું જ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોહિતને લઈને પ્રશંસકોને ઘણી આશા છે, તેની સરખામણી સચિન સાથે કરવામાં આવી રહી છે. 2007માં ક્રિકેટમાં કારકિર્દી શરૂ કર્યા બાદ રોહિતે લાંબી સફર ખેડી છે. પૂર્વ ક્રિકેટર અને મુખ્ય પસંદગીકાર રહેલા કિરણ મોરેએ સચિન તેંડુલકરને રોહિતની શક્તિ વિશે જણાવ્યું હતું. આ સમયે તે ઘરેલૂ ક્રિકેટમાં પોતાનું નામ બનાવી રહ્યો હતો.

  સૂર્યવંશમનો દીવાનો હતો રોહિત

  રોહિતનો મિત્ર જણાવે છે કે એક સમયે રોહિત શર્મા અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ ફિલ્મને ખૂબ પસંદ કરતો હતો. જ્યારે પણ આ ફિલ્મ ટીવી પર આવતી ત્યારે તે ટીવી સામે બેસી જતો હતો. લગ્ન બાદ તેનામાં ઘણા પરિવર્તનો આવ્યા છે. પત્ની રિતિકાએ તેને ઘણું શીખવ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસે ક્રિકેટર અભિષેક નાયરના હવાલેથી લખ્યું છે કે રિતિકા અને મુંબઈ ઇન્ડિયનની કેપ્ટનશીપે રોહિતને ઘણું શીખવ્યું છે. એક સમય હતો જ્યારે તે તમામ વાત પર પ્રતિક્રિયા આપતો હતો, પરંતુ હવે તે આવું કરતો નથી.  પ્રવીણ કુમારને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો

  જ્યારે પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા કહે છે કે રોહિત જ્યારથી પિતા બન્યો છે ત્યારથી તેનું લક્ષ્ય સ્પષ્ટ છે. પિતા બન્યા બાદ તે ક્રિકેટને પહેલાની સરખામણીમાં વધારે સારી રીતે માણે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ મિત્રો સાથે વાત કરતો હોય તેવી રીતે વાત કરે છે. તે પોતાના સાથીઓ પર પૂરો વિશ્વાસ મૂકે છે. રોહિતે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો અને ટીમમાં સ્થાન અપાવ્યું હતું.

  પ્રવીણ કુમારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, 'જ્યારે મારી એક્શન બદલાઈ હતી ત્યારે હું ફક્ત એક રણજી ટ્રોફી રમ્યો હતો. પરંતુ રોહિતે આઇપીએલમાં મારી પસંદગી કરાવી હતી. આ એક સારા લીડરની ઓળખ છે.'  પ્રવીણ કુમારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, "રોહિત એવો વ્યક્તિ નથી જે તમને મોઢા પર બીજું કંઈ કહેશે અને તમારી પીઠ પાછળ બીજી વાત કરશે. તે સારો માણસ અને મિત્ર છે." રિપોર્ટ અનુસાર એક વખત ટેનિસ બોલ ક્રિકેટ મેચ દરમિયાન તેની લડાઇ સામેની ટીમ સાથે થઈ હતી. રોહિતે પોતાની ટીમ માટે સામેની ટીમ સાથે ઝઘડો કરી લીધો હતો. જોકે, તેના અન્ય મિત્રો ભાગી ગયા હતા. જે બાદમાં રોહિત સાથે ખૂબ મારપીટ થઈ હતી. ત્યાર પછીથી તેણે ટેનિસ બોલ ક્રિકેટની રમત છોડી દીધી હતી પણ તેમની મિત્રતા ચાલુ રહી હતી.  મિત્રતા નિભાવવામાં આગળ

  આવો જ એક બનાવ રોહિત શર્મા 2006માં ઇન્ડિયા એ ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો હતો ત્યારે બન્યો હતો. આ દરમિયાન તેને ખબર પડી કે તેના દાદા અને દાદીએ વોચમેચ વિકીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. કારણ એવું હતું કે વોચમેન રોહિત અને તેના મિત્રોને ટેરેસ પર જવાની છૂટ આપતો હતો. એવામાં રોહિતે તેને ઓસ્ટ્રેલિયાથી ફોન કર્યો અને કહ્યું કે તે તેના ઘરે કામ કરી શકે છે. રોહિતના બાંદ્રાના મકાનમાં વિકી માટે એક રૂમ બનાવવામાં આવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: ICC World Cup 2019, રોહિત શર્મા

  विज्ञापन
  विज्ञापन