રોહિત શર્માનો મત - રાયડુના બદલે આ બેટ્સમેનને ઉતારવામાં આવે ચોથા ક્રમે

રોહિત શર્માનો મત - રાયડુના બદલે આ બેટ્સમેનને ઉતારવામાં આવે ચોથા ક્રમે

કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેણી શરુ થયા પહેલા કહ્યું હતું કે મારું માનવું છે કે રાયડુ આ સ્થાન માટે વધારે યોગ્ય છે

  • Share this:
    ભારતીય વન-ડે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માના મતે મહેન્દ્રસિંહ ધોની નંબર-4 ઉપર બેટિંગ કરવા માટે સૌથી બેસ્ટ દાવેદાર છે. ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે ધોનીએ શનિવારે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં 96 બોલ પર 51 રન બનાવ્યા હતા. ધોની જ્યારે મેદાન ઉપર બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ભારતીય ટીમે ચાર રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ધોનીએ આ પછી રોહિત સાથે મળીને ચોથી વિકેટ માટે 137 રન જોડ્યા હતા. જોકે ભારતનો આ મેચમાં 34 રને પરાજય થયો હતો.

    છેલ્લી 13 ઇનિંગ્સમાં ધોનીની એવરેજ ફક્ત 25ની રહી છે. બીજી તરફ અંબાતી રાયડુએ ચોથા ક્રમાંકે 45.72ની એવરેજથી રન બનાવ્યા છે પણ રોહિત ચોથા ક્રમાંકે ધોનીને બેટિંગ કરતો જોવા માંગે છે. રોહિતે મેચ પછી કહ્યું હતું કે વ્યક્તિગત રીતે મને હંમેશા એમ લાગે છે કે ધોનીએ નંબર-4 ઉપર બેટિંગ કરવી જોઈએ. જે ટીમ માટે યોગ્ય રહેશે. રાયડુએ ચોથા નંબરે શાનદાર કામ કર્યું છે જેથી પૂરી રીતે કેપ્ટન અને કોચ પર નિર્ભર છે કે આ વિશે તે શું વિચારે છે.

    આ પણ વાંચો - ધોનીએ ભારત માટે પૂરા કર્યા 10 હજાર રન, 9 વર્ષ પછી કર્યું આવું કામ

    રોહિતે કહ્યું હતું કે ધોની બેટિંગ માટે મેદાનમાં આવ્યો હતો ત્યારે ત્રણ વિકેટ સસ્તમાં ગુમાવી દીધી હતી. બોલરો સારી બોલિંગ કરી રહ્યા હતા. તેથી અમે થોડો સમય લીધો હતો. જો તે સમયે અમે વધારે એક વિકેટ ગુમાવી દીધી હોત તો મેચ ત્યાં જ સમાપ્ત થઈ ગઈ હોત. તેથી અમારે બોલ ખાલી કાઢ્યા હતા. આપણા માટે સારો સંકેત એ છે કે ધોનીએ બતાવી દીધું છે કે જ્યારે પણ તેની જરુર પડશે તે ઉપર પણ આવી શકે છે અને બેટિંગ કરી શકે છે.

    બીજી તરફ કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેણી શરુ થયા પહેલા કહ્યું હતું કે મારું માનવું છે કે રાયડુ આ સ્થાન માટે વધારે યોગ્ય છે. કારણ કે તેની પાસે અનુભવ છે અને તેણે ઘરેલું ક્રિકેટ અને આઈપીએલમાં ઘણી વખત પોતાની ટીમને જીત અપાવી છે.

    ધોનીએ ડિસેમ્બર 2017 પછી પ્રથમ વખત વન-ડેમાં અડધી સદી ફટકારી હતી.
    Published by:Ashish Goyal
    First published: