વિરાટ સાથે મતભેદ, શું રોહિત શર્માએ અનુષ્કાને અનફોલો કરી દીધી?

લોકો ભલે આને અફવા માની રહ્યા હોય પરંતુ રોહિત શર્માના તાજેતરના એક પગલાંથી આ અફવાને બળ મળ્યું છે.

News18 Gujarati
Updated: July 25, 2019, 3:15 PM IST
વિરાટ સાથે મતભેદ, શું રોહિત શર્માએ અનુષ્કાને અનફોલો કરી દીધી?
વિરાટ-રોહિત (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: July 25, 2019, 3:15 PM IST
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે મતભેદના સમાચાર સતત સામે આવી રહ્યા છે. વર્લ્ડ કપ 2019માં સેમિ ફાઇનલમાં હાર બાદ સતત આવા સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, આને લઈને વિવિધ સમિતિઓએ પણ કહ્યું છે કે આ વાત ફક્ત અફવા છે. બંને ખેલાડીઓએ આને લઈને કોઈ જ નિવદેન નથી આપ્યું. લોકો ભલે આને અફવા માની રહ્યા હોય પરંતુ રોહિત શર્માના તાજેતરના એક પગલાંથી આ અફવાને બળ મળ્યું છે.

મુંબઈ મિરરના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની તેમજ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલ કરી દીધી છે. રોહિત શર્માએ ઘણા સમય પહેલા જ વિરાટ કોહલીને અનફોલો કરી દીધો છે. આ સમયે બંને વચ્ચે અણબનાવના સમાચારો વહેતા થયા હતા. જ્યારે વિરાટ કોહલી હજુ પણ રોહિત શર્મા અને તેની પત્ની રિતિકાને ફોલો કરે છે, જેના કારણે મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ છે.લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું વાસ્તવમાં રોહિત શર્માએ બંનેને અનફોલો કરી દીધા છે? શું રોહિત ક્યારેક તેનો ફોલો કરતો હતો કે પછી આ બધી અફવા છે? જે પણ હોય, આ બંને સવાલોના જવાબો તો બંને ખેલાડીઓ જ આપી શકે.

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે બંને વિરાટ અને રોહિત શર્મા વચ્ચે ત્યારથી જ મતભેદ સર્જાયા હતા જ્યારે રોહિત શર્મા અને તેના ઓપનિંગ જોડીદાર શિખર ધવને વિરાટ કોહલી સાથે જોડાયેલી મેનેજમેન્ટ કંપનીથી છેડો ફાડી લીધો હતો.

જોકે, ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ ભરત અરુણે સ્પષ્ટ કર્યુ છે કે રોહિત શર્મા અને વિરાટ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે. બંનેને સંબંધોને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
First published: July 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...