ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અમેરિકાના બેસબોલ ક્લબ સિએટલ મેરિનર્સ માટે 'ફર્સ્ટ પિચ' લીગની ઓપચારિક શરૂઆત કરશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનસી કરનાર રોહિત શર્મા એવા પહેલા ક્રિકેટર હશે જેને અમેરિકન સ્પોર્ટસ લીગમાં આ સન્માન મળશે.
લીગનું ઉદ્ધાટન રવિવારે કરવામાં આવશે. હાલમાં રોહિત પત્ની રિતિકા સાથે અમેરિકાના ત્રણ શહેર સેન ફ્રાન્સિસકો, બે એરિયા, સિએટલ અને લોસ એન્જલસના પ્રવાસ પર છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી એક જાહેરાત અનુસાર રોહિત શર્મા ભારતીય સમયાનુાર રવિવારે રાત્રે એક વાજે બેસબોલને પિચ કરીને લીગનું ઉદ્ધાટન કરશે. ઉદ્ધાટન પછી સિએટલની ટક્કર ટેમ્પા બે રેજ સાથે થશે.
અમેરિકામાં આ પરંપરા રહી છે કે, લીગની શરૂઆત કરવા માટે કોઈ ખાસ વ્યક્તિ અથવા હસ્તીને બેસબોલને ફર્સ્ટ પિચ કરવાની તક આપવામાં આવે છે અને આ વખતે આ તક રોહિત શર્માને આપવામાં આવી છે, જે હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે.
રોહિત અમેરિકામાં પોતાની યાત્રા દરમિયાન ક્રિકેટ ક્લીનિક સિરીઝમાં ભાગ લેશે અને પ્રશંસકોને મળશે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર