T20 world cup: કોહલી ટી-20 સાથે ODI કેપ્ટનશીપ ગુમાવે તેવી શક્યતા! જાણો ક્યારે થશે રોહિત શર્માની તાજપોશી

વિરાટ કોહલી કેપ્ટન પદ છોડે તો સૌથી પહેલો દાવેદાર રોહિત શર્મા છે.

t20 world cup:કોહલી ટી-20 સાથે ODI કેપ્ટનશીપ ગુમાવે તેવી શક્યતા! જાણો ક્યારે થશે રોહિત શર્માની તાજપોશી

  • Share this:
    વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) બાદ ભારતીય ટીમના કેપ્ટનપદેથી (Captaincy of Team india) રાજીનામું આપવાની જાહેરાત કરી ચુક્યો છે. ભારતની ન્યૂઝીલેન્ડ (Indvsnz)અને પાકિસ્તાન (indvspak) સામે મોટી હાર થઈ છે. ટી-20 વર્લ્ડકપમાં ભારતનો એવો ધબ઼ડકો બોલી ગયો છે કે ચાહકો સાથે બોર્ડ પણ આકરા પાણીએ છે. અગાઉથી જ નવા (Rohit Sharma New captain of team india) કેપ્ટન તરીકે રોહિત શર્માાનું નામ ચર્ચાની એરણે હતું. હવે અહેવાલો આવી રહ્યા છે કે કોહલીને વન-ડેના (T-20 ODI Captain of india Rohit sharma) કેપ્ટનપદેથી પણ દૂર કરવામાં આવી શકે છે. રોહિત શર્માને એકસાથે વનડે અને ટી-20ની કેપ્ટનશીપ મળી શકે છે.સૂત્રોનું માનીએ તો આ કામ અઠવાડિયામાં જ પતી જશે.

    ધોનીએ કેપ્ટનશીપ છોડી ત્યારથી ટીમમાં ટી-20, વનડે અને ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલી જ રમી રહ્યો હતો. કોહલીની કેપ્ટનશીપમાં ભારતનો ધબડકો બોલી ગયો છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. હારના નવા નવા રેકોર્ડ વિરાટ સેનાએ પોતાના નામે નોંધાવ્યા છે. હવે ગાંગુલી રાજમાં આ ચલાવી લેવામાં આવે તેવું શક્ય નથી.

    શર્મા સૌથી સફળ આઈપીએલ કપ્તાન

    વિરાટ કોહલીએ ટી 20 કેપ્ટન પદ છોડવાની ચર્ચા કરી છે ત્યારે ટી20 ફોર્મેટમાં શર્મા ભારતનો ત્રીજો પૂર્ણ-સમયનો કેપ્ટન હશે. સુરેશ રૈના અને વીરેન્દ્ર સહેવાગે પણ ટી 20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્મા સૌથી સફળ આઈપીએલ કેપ્ટન છે જેણે 59.68 ની જીત ટકાવારી સાથે પાંચ ટાઇટલ જીત્યા છે. દરમિયાન તેણે ભારત માટે 19ટી 20 આંતરરાષ્ટ્રીય મેચનું નેતૃત્વ કર્યું છે.

    આ પણ વાંચો : T20 World Cup:હેવાનિયતની તમામ હદ પાર! વિરાટ-અનુષ્કાની દીકરી વામિકા પર દુષ્કર્મ ગુજારવાની ધમકી, DCWએ પોલીસને નોટિસ આપી

    કપ્તાન તરીકે રોહિતનો રેકોર્ડ

    રોહિતે 78.94 ની ટકાવારી સાથે 15 વખત જીત મેળવી છે. તેણે 2017 માં શ્રીલંકા સામેની દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતની કેપ્ટનશિપની સફર શરૂ કરી હતી અને ત્રણેય મેચ જીતી હતી. જોકે, કેપ્ટન તરીકે તેની પ્રથમ મોટી ટેસ્ટ 2018 ની નિદાહસ ટ્રોફીમાં હતી.

    આ પણ વાંચો :  PHOTOS: આ છે એવા ક્રિકેટરો જે પોતાની પિતરાઈને જ પરણ્યા, સુખી સંપન્ન છે લગ્ન જીવન

    રોહિત બાદ કૉચ તરીકે દ્રવિડ આવશે

    આ સિવાય રોહિત શર્મા માત્ર કેપ્ટન તરીકે જ ખીલ્યો નથી, પરંતુ તેણે કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન બેટ્સમેન તરીકે મોટો સ્કોર પણ બનાવ્યો છે. તે 19 મેચોમાં, રોહિતે 41.88 ની સરેરાશથી 712 રન બનાવ્યા, જેમાં બે સદી અને પાંચ અડધી સદી સામેલ છે. રોહિત શર્માની નિમણૂક બાદ BCCI રાહુલ દ્રવિડને ભારતના આગામી કોચ તરીકે પણ લાવશે. જો કે, તેઓએ ચીફ કોચ માટે પ્રેઝન્ટેશન આપવા સહિતની સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
    Published by:Jay Mishra
    First published: