Home /News /sport /BCCI હવે રોહિત શર્માને લઇને લઇ શકે છે મોટો નિર્ણય, T20 ટીમની કેપ્ટન્સી છીનવાઇ શકે

BCCI હવે રોહિત શર્માને લઇને લઇ શકે છે મોટો નિર્ણય, T20 ટીમની કેપ્ટન્સી છીનવાઇ શકે

રોહિત શર્મા પાસેથી T20I મેચની કેપ્ટન્સી છીનવાઇ શકે છે

Rohit Sharma T20I Match Captaincy: ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યુ નહતુ અને તે સેમિ ફાઇનલમાં હારીને બહાર થઇ ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે.

    Rohit Sharma T20I Match Captaincy: ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યુ નહતુ અને તે સેમિ ફાઇનલમાં હારીને બહાર થઇ ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે. આ યાદીમાં બોર્ડે ચેતન શર્માની આગેવાની ધરાવતી રાષ્ટ્રીય પસંદગી સમિતીને સસ્પેન્ડ કરી દીધી છે. કહેવામાં આવે છે કે બીસીસીઆઇ રોહિત શર્માને લઇને પણ આગામી દિવસોમાં નિર્ણય લઇ શકે છે.

    પીટીઆઇના રિપોર્ટ અનુસાર, બીસીસીઆઇએ નવી પસંદગી સમિતી માટે અરજી મંગાવવાની સાથે કેટલાક પડકાર નક્કી કરી લીધા છે. ટીમ ઇન્ડિયાની નવી પસંદગી સમિતીને સૌથી પ્રથમ કામ અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવાનું હશે. નવી પસંદગી સમિતી જ્યારે પણ આ કાર્યભાર સંભાળશે તો તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પસંદ કરવા માટે અનિવાર્ય કરવામાં આવશે, જેનો પ્રભાવી અર્થ એ છે કે બીસીસીઆઇ હવે અલગ અલગ કેપ્ટનની પેટર્ન પર ચાલશે.

    હાર્દિકને વર્લ્ડકપ સુધી મળશે જવાબદારી?

    રિપોર્ટ અનુસાર, રોહિત શર્મા વન ડે અને ટેસ્ટ કેપ્ટન બન્યો રહેશે જ્યારે હાર્દિક પંડ્યાને યૂએસએ અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનાર 2024 ટી-20 વર્લ્ડકપ માટે સૌથી નાના ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. હાર્દિક પંડ્યા અત્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે અને જો તે કેપ્ટન તરીકે સારૂ પ્રદર્શન કરે છે તો નિર્ણય પર મોહર લાગી જશે.

    હાર્દિકે કેપ્ટન્સીમાં કર્યા પ્રભાવિત

    29 વર્ષના હાર્દિક પંડ્યાએ આ વર્ષે પોતાને એક લીડર તરીકે રજૂ કર્યો છે અને તેની અંદર જોરદાર નેતૃત્વ ક્ષમતા દુનિયા જોઇ રહી છે. હાર્દિક પંડ્યા બેટ અને બોલ બન્નેથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે પોતાની પર દબાણ આવવા દેતો નથી જે તેને અન્ય ખેલાડીઓ કરતા અલગ બનાવે છે.

    કેપ્ટન્સી અને બેટિંગ બન્નેમાં રોહિત શર્મા ફ્લોપ

    2013 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતે કોઇ આઇસીસી ટ્રોફી જીતી નથી. એવામાં બધાને આશા હતી કે રોહિત શર્મા આ વખતે ખિતાબ જીતી શકશે. આઇસીસી નોકઆઉટ રમતમાં ટીમ ઇન્ડિયાના નિરાશાજનક રેકોર્ડમાં સુધારો થયો નથી. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ મેચમાં રોહિત શર્માની ખરાબ કેપ્ટન્સી જોવા મળી હતી. રોહિત શર્મા બેટિંગમાં પણ કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. રોહિત શર્માએ 6 મેચમાં 19.33ની એવરેજથી માત્ર 116 રન બનાવ્યા હતા.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन