Home /News /sport /IND VS NZ: રોહિત-શુભમને સેહવાગ-ગંભીરનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગિલે જે કર્યું એ તો કોઈ નથી કરી શક્યુ

IND VS NZ: રોહિત-શુભમને સેહવાગ-ગંભીરનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગિલે જે કર્યું એ તો કોઈ નથી કરી શક્યુ

rohit sharma shubman gill

ROHIT SHUBMAN RECORD : ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રોહિત અને ગિલે સાથે મળીને 212 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ ઓપનિંગ જોડી દ્વારા આ સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી છે.

    ROHIT SHUBMAN RECORD : ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની ઓપનિંગ જોડીએ જોરદાર બેટિંગ કરી હતી. આ બંન્ને દિગ્ગજ ખેલાડીઓના રનના કારણે ભારત ઊંચો સ્કોર કરી શક્યું છે. રોહિત અને ગિલે 2009માં વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર દ્વારા બનાવેલો વર્લ્ડ રેકોર્ડ તોડીને ODI ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.

    રોહિત ત્રણ વર્ષથી સદીની રાહ જોતો હતો અને આજે અંતે તેણે સદી કરી હતી. ભારતીય ક્રિકેટ માટે આ સદી મહત્વની સાબિત થઈ છે. તેણે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં રોહિત અને ગિલે સાથે મળીને 212 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ ઓપનિંગ જોડી દ્વારા આ સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી છે.

    રોહિત-ગિલે સેહવાગ-ગંભીરનો રેકોર્ડ તોડ્યો :

    આ પહેલા વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરના નામે હતો. વીરુ અને ગૌતમની ઓપનિંગ જોડીએ 2009માં હેમિલ્ટનમાં એક વનડેમાં અણનમ 201 રનની ભાગીદારી કરીને રેકોર્ડ સર્જ્યો હતો. જોકે આ બંને પહેલા 2006માં સનથ જયસૂર્યા અને ઉપુલ થરંગાની જોડીએ પણ નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે 201 રનની ભાગીદારી નોંધાવી હતી. આ રેકોર્ડ ત્રણ વર્ષ બાદ સેહવાગ અને ગંભીરની જોડીએ સમાન સ્કોર પર હોવા છતાં અણનમ રહીને તોડ્યો હતો. સૌથી સારી વાત એ છે કે 14 વર્ષ પછી માત્ર એક ભારતીય જોડી આ રેકોર્ડ તોડવામાં સફળ રહી છે.

    તે સમયે ભારતે મેચ 84 રનથી જીત (D/L મેથડ) મેળવી હતી. સેહવાગે 74 બોલમાં 14 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા હતા જ્યારે ગંભીર 63 રન બનાવીને અણનમ રહ્યો હતો.

    રોહિત આઉટ થતા પાર્ટનરશિપ તૂટી :

    ઈન્દોરમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ઓપનિંગ જોડીની ભાગીદારીનો અંત રોહિત શર્માની વિકેટ સાથે થયો હતો. તે 85 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે આ ઇનિંગમાં 9 ચોગ્ગાની સાથે 6 જબરદસ્ત સિક્સર પણ ફટકારી હતી. રોહિતના આઉટ થયા બાદ ગિલ પણ જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 78 બોલમાં 112 રન બનાવ્યા હતા. શાનદાર લયમાં બેટિંગ કરતા તેણે ઈનિંગમાં 13 ચોગ્ગા સાથે પાંચ છગ્ગા પણ ફટકાર્યા હતા.

    ગિલના નામે રહી સીરિઝ :

    ગિલ માટે આ ODI સીરિઝ સૌથી શ્રેષ્ઠ રહી છે. 23 વર્ષીય યુવા ખેલાડીએ આ સીરિઝમાં બેવડી સદી ફટકારી છે. ત્રણ મેચોમાં ગિલે 180ની એવરેજ અને 128.57ના સ્ટ્રાઈક રેટથી 360 રન બનાવ્યા હતા અને તેના નામે બે સદીઓ હતી.

    આ પણ વાંચો: KL Rahul Athiya Wedding : રાહુલ અથિયાને મળી કરોડોની ગિફ્ટ! જુઓ કોણે આપી 2.5 કરોડની કાર અને 30 લાખની વોચ

    ગિલનો રેકોર્ડ 

    ગિલે ત્રણ મેચની સીરિઝમાં સૌથી વધારે રન કરવાના બાબર આઝમના રેકોર્ડની બરાબરી કરી હતી. આ બે સિવાય કોઈ ખેલાડીએ એક જ સીરિઝમાં કે જેમાં ત્રણ મેચ રમાઈ હોય એમાં 360 કે તેથી વધુ રન બનાવ્યા નથી.

    " isDesktop="true" id="1326067" >
    કરિયર પર નજર કરે તો 21 વન-ડેમાં ગીલે 73.76ની સરેરાશ અને 109.81ના સ્ટ્રાઈક રેટથી 1254 રન બનાવ્યા છે જેમાં ચાર સદી અને એક હાફ સેન્ચયુરીનો સમાવેશ થાય છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND vs NZ, India vs new zealand, Shubman Gill, ક્રિકેટ, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन