રોહિત શર્માને કેપ્ટન બનાવવાથી વિરાટ કોહલીને થશે મોટો ફાયદો: પાર્થિવ પટેલ

રોહિત શર્માને કેપ્ટન બનાવવાથી વિરાટ કોહલીને થશે મોટો ફાયદો: પાર્થિવ પટેલ
પાર્થિવ પટેલે કહ્યું- રોહિત શર્માને આઇપીએલ સહિત અનેક ટૂર્નામેન્ટમાં જીતવાનો સારો અનુભવ છે

પાર્થિવ પટેલે કહ્યું- રોહિત શર્માને આઇપીએલ સહિત અનેક ટૂર્નામેન્ટમાં જીતવાનો સારો અનુભવ છે

  • Share this:
    નવી દીલ્હી : ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન પાર્થિવ પટેલના (Parthiv Patel) મતે ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે રોહીત શર્મા (Rohit Sharma)ને કેપ્ટન બનાવવો જોઇએ. કારણ કે, તેને ટીમને બનાવતા અને ટૂર્નામેન્ટ જીતવાનો સારો અનુભવ છે. પાર્થિવ પટેલે કહ્યું હતું કે રોહીત શર્માએ ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની કમાન સંભાળવી જોઇએ. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્માને બનાવવાથી ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલી એમ બંન્નેને ફાયદો છે. પાર્થિવનું માનવું છે કે રોહિતના કેપ્ટન બનવાથી વિરાટ પરથી પ્રેશર ઘટી જશે અને તે તેના બેટિંગ પર વધારે ધ્યાન આપી શકશે.

    પાર્થિવ પટેલે સ્પોર્ટ્સ તક સાથે વાતચીત કરતા કહ્યું કે, આપણે જોયું છે કે રોહિત શર્મા કેવી રીતે ટીમ બનાવે છે. તેણે બતાવ્યું છે કે ટૂર્નામેન્ટને કેવી રીતે જીતી શકાય છે. મને લાગે છે કે, એમા કાંઇ ખોટુ નથી કે તેને ટી-20 ફોર્મેટમાં કેપ્ટન તરીકેની નિમણૂંક કરી દેવામાં આવે અને આવું કરવાથી વિરાટ કોહલીને પણ ફાયદો થશે.



    આ પણ વાંચો - વસીમ જાફરે ઉત્તરાખંડ ટીમમાં આપી મુસ્લિમ ખેલાડીઓને પ્રાથમિકતા? આરોપો પર જાફરે આપ્યો જવાબ

    ટી-20માં કેપ્ટનશિપનો સારો અનુભવ

    પાર્થિવ પટેલે કહ્યું કે રોહિત શર્માને આઇપીએલ સહિત અનેક ટૂર્નામેન્ટમાં જીતવાનો સારો અનુભવ છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં ક્યારેય આટલુ સંતુલન દેખાયું નથી પરંતુ રોહિત શર્માને જ્યાથી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી ટીમને મજબૂત બનાવવામાં તેનો સૌથી મોટો ફાળો રહ્યો છે.

    પાર્થિવ પટેલે કહ્યું કે ટી-20માં કેપ્ટન બનાવાની ચર્ચાને રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે તુલના કરવી ના જોઇએ. આ વાતને તુલનાની દ્રષ્ટિ કરતા એ રીતે જોવું જોઇએ કે આપણી પાસે કેપ્ટનશિપ માટે વધુ એક સારો વિકલ્પ છે. ભારત પાસે વિરાટ કોહલીની સાથે સાથે રોહિત શર્માને પણ એક સારા કેપ્ટન તરીકે જોઇ શકાય છે.
    Published by:Ashish Goyal
    First published:February 11, 2021, 16:44 pm

    ટૉપ ન્યૂઝ