રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી

News18 Gujarati
Updated: July 6, 2019, 10:03 PM IST
રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી
રોહિત શર્માની આ વર્લ્ડ કપમાં પાંચમી સદી, બનાવ્યા ઘણા રેકોર્ડ

રોહિતે શ્રીલંકા સામે 94 બોલમાં 14 ફોર અને 2 સિક્સર સાથે 103 રન બનાવ્યા

  • Share this:
રોહિત શર્માએ શ્રીલંકા સામે સદી ફટકારી શ્રીલંકાના કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. રોહિતે શ્રીલંકા સામે 94 બોલમાં 14 ફોર અને 2 સિક્સર સાથે 103 રન બનાવ્યા હતા. રોહિતે આ વર્લ્ડ કપમાં પાંચમી અને ઓવરઓલ કુલ છઠ્ઠી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

સંગાકારાનો રેકોર્ડ તોડ્યો
રોહિતે સદી ફટકારી શ્રીલંકાના કુમાર સંગાકારાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે હતો. 2015માં તેણે 4 સદી કરી હતી. રોહિતે 2019ના વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

સચિનની બરાબરી કરી

રોહિત શર્માએ સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્લ્ડ કપમાં ઓવરઓલ સદીની વાત કરવામાં આવે સચિન તેંડુલકરના નામે સૌથી વધુ 6 સદી છે. રોહિત પણ વર્લ્ડ કપમાં 6 સદી ફટકારી સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્લ્ડ કપમાં હવે સચિન અને રોહિતના નામે 6-6 સદી છે. રોહિતે 2 વર્લ્ડ કપમાં 16 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે સચિને 6 વર્લ્ડ કપમાં 45 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. સંગાકારના નામે 5 સદી છે, જેને રોહિતે પાછળ રાખી દીધો છે.

આ પણ વાંચો - નિવૃત્તિની અટકળો વચ્ચે ધોની બોલ્યો - મને જ ખબર નથી ક્યારે નિવૃત્તિ લઇશવર્લ્ડ કપ 2019માં રોહિતનું શાનદાર પ્રદર્શન

રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં સૌથી વધારે રન ફટકારનાર બેટ્સમેન છે. રોહિતના નામે 8 મેચમાં 92.42ની એવરેજથી 647 રન છે. જેમાં 5 સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.606 રન સાથે શાકિબ અલ હસન બીજા સ્થાને છે.
First published: July 6, 2019, 9:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading