રોહિત શર્મા, શુભમન ગિલ, પંત સહિત 5 ખેલાડીઓને ટીમ ઇન્ડિયાથી અલગ કરવામાં આવ્યા

રોહિત શર્મા, શુભમન ગિલ, પંત સહિત 5 ખેલાડીઓને ટીમ ઇન્ડિયાથી અલગ કરવામાં આવ્યા
તસવીર - બીસીસીઆઈ

મેલબોર્ન ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી હવે ટીમ ઇન્ડિયા બીજા કારણોસર ચર્ચામાં

 • Share this:
  મેલબોર્ન : મેલબોર્ન ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી હવે ટીમ ઇન્ડિયા બીજા કારણોસર ચર્ચામાં છે. ભારતના પાંચ ખેલાડીઓને ટીમથી અલગ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. રોહિત શર્મા, (Rohit Sharma)ઋષભ પંત, પૃથ્વી શો, નવદીપ સૈની અને શુભમન ગિલને (Shubman Gill) ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાથી અલગ રાખવામાં આવ્યા છે. આ બધા ખેલાડી મેલબોર્નમાં એક રેસ્ટોરન્ટમાં ખાવા માટે ગયા હતા. આ બધા ખેલાડીઓને સાવધાની રાખતા આઈસોલેટ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયા બતાવી રહ્યું છે કે આ ખેલાડીઓએ બાયો બબલનું ઉલ્લંઘન કર્યું છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે બીસીસીઆઈના સૂત્રોના મતે ખેલાડીઓએ બાયો બલલ પ્રોટોકોલનો ભંગ કર્યો નથી અને ઓસ્ટ્રેલિયન મીડિયા જાણી જોઈને આવા સમાચાર ચલાવી રહ્યું છે.

  રેસ્ટોરન્ટમાં જવું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મોંઘું પડ્યું  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રેસ્ટોરન્ટમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના ખાવા જવાના મુદ્દે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહ્યું છે કે આજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીસીસીઆઈને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી એક પોસ્ટ વિશે બતાવવામાં આવ્યું છે. જેમાં રોહિત શર્મા, પંત ગિલ, પૃથ્વી શો અને નવદીપ સૈની મેલબોર્નના ઇન્ડોર રેસ્ટોરન્ટમાં ભોજન કરી રહ્યા છે.

  આ પણ વાંચો - જાણો કેમ બીસીસીઆઈએ પૂજારાના સ્થાને રોહિત શર્માને બનાવ્યો ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન

  બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ મામલાની તપાસ કરી રહ્યું છે. જેમાં એ જાણી શકાય કે ઇન્ડોર રેસ્ટોરન્ટમાં જવું શું બાયોબબલનો ભંગ છે કે નહીં. જ્યાં સુધી તપાસ પુરી ના થાય ત્યાં સુધી ખેલાડી બંને ટીમોથી અલગ રહેશે. આ ખેલાડી બીજા ખેલાડીઓ સાથે સ્ટેડિયમ જઈ શકશે નહીં. તે તેમની બસમાં પણ સફર કરી શકશે નહીં. જોકે ખેલાડીઓને ટ્રેનિંગની મંજૂરી આપવામાં આવી છે.  તમને જણાવી દઈએ કે શુક્રવારે એક ભારતીય પ્રશંસકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે તેણે ટીમ ઇન્ડિયાના 5 ખેલાડીઓનું બિલ આપ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં ખેલાડીઓ એક ઇન્ડોર રેસ્ટોરન્ટમાં બેસેલા જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રોટોકોલ પ્રમાણે કોઈપણ ખેલાડી રેસ્ટોરન્ટમાં જઈ શકે છે પણ તે ઇન્ડોર હોવી જોઈએ નહીં.
  Published by:Ashish Goyal
  First published:January 02, 2021, 19:15 pm

  ટૉપ ન્યૂઝ