Home /News /sport /Rohit Sharma: કોહલી કરતાં રોહિત શર્મા કેપ્ટન તરીકે કેટલો સફળ? જાણો રોહિતે બનાવેલ રેકોર્ડ
Rohit Sharma: કોહલી કરતાં રોહિત શર્મા કેપ્ટન તરીકે કેટલો સફળ? જાણો રોહિતે બનાવેલ રેકોર્ડ
Virat Kohli Quits: વિરાટ કોહલીએ ટી20 ટીમની કેપ્ટન્સીથી રાજીનામું આપ્યું છે તેની સાથે જ રોહિત શર્મા નવો કેપ્ટન બન્યો છે.
ind vs nz : ભારતની ન્યૂઝીલેન્ડ સામે યોજાનારી શ્રેણીથી ટી-20ના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જાણવું જરૂરી છે કે આ બંનેમાંથી રોહિત શર્માએ કેપ્ટન તરીકે શું હાસલ કર્યુ છે
ભારતીય ટીમની (Team India) કેપ્ટનશીપ (Captainship) અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ (Rohit Sharma New T20 captain ) ક્રિકેટના તમામ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માએ ઓછામાં ઓછી મેચમાં ટીમમાં કેપ્ટનશીપ કર્યા બાદ પણ નામના મેળવી છે. રોહિત શર્માએ ક્રિકેટ મેચમાં અનેક રેકોર્ડ ( Rohit Sharma Captainship Records) બનાવ્યા છે. આ તમામ રેકોર્ડ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
ટી20 (T20) : T20 ફોર્મેટમાં રોહિત શર્માએ કુલ 19 વાર ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી છે અને રેકોર્ડ બનાવ્યો છે. તેણે 78.94% જીત સાથે કુલ 15 મેચોમાં જીત મેળવી છે. વર્ષ 2017 માં તેણે પહેલી વાર ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતે શ્રીલંકા સામે 3-0 થી જીત મેળવી હતી. વર્ષ 2018 માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતીય ટીમે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતે 7 રનથી જીત મેળવી હતી.
અત્યાર સુધીમાં રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતે માત્ર 4 વાર હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને ન્યુઝીલેન્ડે બે વાર, બાંગ્લાદેશે એક વાર અને શ્રીલંકાએ એક વાર હરાવ્યું છે. રોહિતે કેપ્ટન તરીકે 19 મેચમાં 7 અડધી સદી અને 2 સદી ફટકારી છે.
ODI ફોર્મેટમાં રોહિત શર્માએ 80% જીત મેળવી છે. કેપ્ટન તરીકે તેણે 10 મેચ રમી છે અને તેમાંથી માત્ર 2 મેચમાં હાર થઈ છે. રોહિતે વર્ષ 2018 માં કેપ્ટનશીપની શરૂઆત કરી હતી. શ્રીલંકા સામેની મેચમાં તેણે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ સીરિઝમાં ભારતીય ટીમે 2-1 થી જીત મેળવી હતી અને રેકોર્ડ બનાવ્યો હતો. હોંગકોંગ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેમાંથી માત્ર એક મેચમાં હાર્યા હતા. વર્ષ 2019 માં ન્યુઝીલેન્ડ સામે રમવામાં આવેલ મેચમાં ટિમ હારી ગઈ હતી.
ODI કેપ્ટન તરીકે રોહિતે વર્ષ 2017 માં શ્રીલંકા સામેની મેચમાં 208 રનના સ્કોર સાથે 4 અડધી સદી અને 2 સદી ફટકારી હતી. અત્યારે ભારતીય ટીમમાં કેપ્ટન અંગેની ચર્ચા વચ્ચે આવનારા દિવસોમાં નિર્ણય કેવી રીતે કરવામાં તે વિશે કંઈ કહી શકાય નહીં. T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની સ્થિતિ અને નેતૃત્વ અંગે અનેક ફેન્સે પોતાના મંતવ્યો સોશિયલ મીડિયા પર રજૂ કર્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર