હિટમેન રોહિત શર્મા બની શકે છે ભારતીય ટી-20 ટીમનો આગામી કેપ્ટન? કોહલીનું લેશે સ્થાન

વિરાટ કોહલી કેપ્ટન પદ છોડે તો સૌથી પહેલો દાવેદાર રોહિત શર્મા છે.

વિરાટ કોહલીએ ગુરુવારે ભારતીય(Virat Kohli to quit T20I Captaincy) ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. વિરાટે કહ્યું કે, તે ટી 20 વર્લ્ડ કપ 2021 પછી ટી-20 કેપ્ટનશિપ છોડી દેશે, આવી સ્થિતિમાં રોહિત શર્મા માટે ભારતનો આગામી (Rohit Sharma next T20I Captain of India) ટી 20 કેપ્ટન બનવાનો માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

  • Share this:
     ટીનવી દિલ્હી: વિરાટ કોહલીએ ગુરુવારે ભારતીય ટી- 20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું (Virat Kohli to quit T20I Captaincy) આપવાની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી (Virat Kohli)એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે, તે ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) પછી ભારતીય ટીમની કમાન છોડી દેશે. વિરાટ કોહલીના આ નિર્ણયથી ચાહકો સ્તબ્ધ છે કારણ કે હવે વિરાટ કોહલી માત્ર 32 વર્ષનો છે અને ટી-20 કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ પણ અદભૂત છે. જોકે, વિરાટ કોહલીએ વર્કલોડ ઘટાડવા માટે ટી 20 ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી બાદ હવે ટી 20 ટીમની કમાન રોહિત શર્મા (Rohit Sharma)ના હાથમાં આવી શકે છે. રોહિત શર્મા ટી 20 વર્લ્ડ કપ 2022માં (Rohit Sharma next T20I Captain of India) ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી શકે છે.

    ટી-20માં રોહિતનો અદભૂત રેકોર્ડ

    કેપ્ટન તરીકે રોહિત શર્માનો ટી 20 રેકોર્ડ જોરદાર છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમે 2018માં એશિયા કપ જીત્યો હતો. આ સિવાય તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ પોતાની કેપ્ટનશીપ સાબિત કરી છે. રોહિત શર્માએ 19 મેચમાં ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 15માં જીત મેળવી છે અને 4માં હારી છે. રોહિત શર્મા IPLનો સૌથી સફળ કેપ્ટન છે. મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત આઈપીએલ જીતી છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે આઈપીએલમાં 74 માંથી 47 મેચ જીતી છે.

    ટી-20માં 4 સદી મારનાર એકમાત્ર ખેલાડી

    મહત્વનું છે કે, રોહિત શર્માની ટી-20 આંતરરાષ્ટ્રીયમાં બેટિંગ એવરેજ 32.54 છે પરંતુ કેપ્ટન તરીકે તેની એવરેજ 41.88 છે. તેમજ રોહિત શર્માએ ટી 20માં કેપ્ટન તરીકે 2 સદી ફટકારી છે. રોહિત શર્માએ ટી 20 આંતરરાષ્ટ્રીયમાં કુલ 4 સદી ફટકારી છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

    આ પણ વાંચો: IPL 2021 Phase 2: 19મીથી શરૂ થશે ભારતનો તહેવાર, જાણો આઈપીએલનો સંપૂર્ણ Schedule

    વિરાટ કોહલીએ કેમ છોડી કેપ્ટનશીપ

    વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાનું કારણ કામનું ભારણ જણાવ્યું હતું. વિરાટ કોહલીએ કહ્યું કે, તે છેલ્લા 5-6 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેથી તેણે પોતાના કામનો ભાર ઓછો કરવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ કહ્યું કે, આ નિર્ણય લેતા પહેલા તેણે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, ઉપ-કેપ્ટન રોહિત શર્માની સલાહ લીધી. આ સાથે, વિરાટ કોહલીએ જણાવ્યું કે તેણે BCCI ચીફ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને પણ જાણ કરી છે.
    Published by:kuldipsinh barot
    First published: