રોહિત શર્માની એક ભૂલ મુંબઈને પડી ભારે, રહાણેએ જીતી લીધી મેચ

News18 Gujarati
Updated: May 14, 2018, 2:10 PM IST
રોહિત શર્માની એક ભૂલ મુંબઈને પડી ભારે, રહાણેએ જીતી લીધી મેચ

  • Share this:
રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે માત આપીને પ્લે ઓફમાં પહોંચવાની આશાઓ જીવંત રાખી છે. રાજસ્થાને મુંબઈને તેના ઘરમાં જ માત આપી દીધી હતી, જેથી આ હાર સાથે હવે મુંબઈ માટે પ્લે ઓફમાં પહોંચવું સરળ રહેશે નહી. ગત ચેમ્પિયન ટીમને હવે અંતિમ ચારમાં પહોંચવા માટે બીજી ટીમો પર નિર્ભર પર રહેવું પડશે.

અસલમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલ મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પહેલી ઈનિંગમાં 168 રન બનાવ્યા. મુંબઈએ શાનદાર શરૂઆત કરી અને ઓપનર બેટ્સમેન ઈવિસ લુઈસ (60) અને સૂર્યકુમાર યાદવે (38) પ્રથમ વિકેટ માટે 87 રનની પાર્ટનરશીપ કરી હતી. હાર્દિક પંડ્યાએ ત્રણ ફોર અને બે સિક્સની મદદથી 21 બોલમાં 36 રન બનાવ્યા.

જવાબમાં રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી અને મહેમાન ટીમની પ્રથમ વિકેટ 10 રનોની અંદર જ પડી ગઈ હતી. ઓપનર બેટ્સમેન ડાર્સી શોર્ટને ચાર રનના વ્યક્તિગત સ્કોર પર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે પેવેલિયન ભેગો કરી નાંખ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનસી કરી રહેલ રોહિતે એક મોટી ભૂલ કરી દીધી હતી. બૂમરાહની બોલ સ્વિંગ થઈ રહ્યો હતો અને તે ખુબ જ ખતરનાક નજરે પડી રહ્યો હતો. બેટ્સમેનોને તેની બોલિંગનો સામનો કરવામાં મુશ્કેલી થઈ રહી હતી, પરંતુ રોહિતે તેને એક ઓવર બાદ બોલિંગ આક્રમણથી હટાવી દીધો. બૂમરાહને છોડીને મુંબઈના બાકીના બોલર્સ પોતાની અસર છોડવામાં નિષ્ફળ રહ્યાં હતા.

બોલર્સનો વ્યવસ્થિત ક્રમમાં ઉપયોગ ન કરવાથી મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતો. જોશ બટલર અને અજિંક્ય રહાણેએ આ વાતનો ફાયદો ઉઠાવતા બીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને રાજસ્થાનની જીત સરળ કરી નાંખી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં રાજસ્થાન માટે બટલરે 9 ફોર અને 5 સિક્સની મદદથી 94 રન ફટકારીને ટીમને પ્લે ઓફમાં પહોંચાડવા માટે એક રસ્તો ખુલ્લો રાખ્યો હતો. રહાણેએ બટલરનો સાથ આપીને ધીમી ઈનિંગ રમતા 37 રન બનાવ્યા હતા. બટલરને મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી.
First published: May 14, 2018, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading