T20 World Cup: ટી-20 વર્લ્ડકપ બાદ રોહિત શર્મા બની શકે છે કેપ્ટન, વિરાટ કોહલી જાતે જ છોડશે સુકાન

T20 World Cup 2021: વિરાટ કોહલી કેપ્ટન તરીકે એક પણ આઇસીસી ટ્રોફી જીતી નથી શક્યો. (ફાઇલ તસવીર- AFP)

Cricket News: વિરાટ કોહલી અત્યાર સુધીમાં કેપ્ટન તરીકે એક પણ ICC ટ્રોફી જીતી શક્યો નથી, IPLમાં પણ તેની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે

  • Share this:
T20 World Cup:  ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ ટી-20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે. તેના બદલે રોહિત શર્માને (Rohit Sharma) ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. વિરાટ પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પગલું ભરી શકે છે. 32 વર્ષીય કોહલી ટીમ ઈન્ડિયાના સફળ કેપ્ટનોમાંથી એક છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ વિરાટ કોહલીએ આ મુદ્દે રોહિત અને ટીમ મેનેજમેન્ટ સાથે લાંબી વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન UAE અને ઓમાનમાં યોજાશે.

‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ અનુસાર, વિરાટ કોહલી પિતા બન્યા બાદ બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવું કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'વિરાટ આ અંગે પોતે જ જાહેરાત કરશે. તે માને છે કે તેણે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન બનવા માટે આમ કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત IPLનો ખિતાબ અપાવ્યો છે. બીજી તરફ કોહલીએ અત્યાર સુધીમાં કેપ્ટન તરીકે એક પણ ICC ટ્રોફી જીતી નથી. આ સિવાય તે IPLનું ટાઇટલ પણ જીતી શક્યો નથી.

આ પણ જુઓ, Viral Video: ક્રિકેટના મેદાન પર Funny Moments, કૂતરું બોલ લઈને ભાગતાં થઈ દોડાદોડ

ધોનીને મળી છે મહત્ત્વની જવાબદારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આગામી મહિનાથી યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધોનીને ટીમના મેન્ટર બનાવવામાં આવ્યા છે. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 વનડે વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉતરી હતી. પરંતુ એક પણ ટાઇટલ જીતી શકી નથી. ત્યારે ટીમને મદદ કરવા માટે ધોનીને ટીમમાં ઉમેરવામાં આવ્યો છે.

8 વર્ષથી ટ્રોફીની આસ

ટીમ ઈન્ડિયા 8 વર્ષથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. ટીમે છેલ્લે ધોનીના નેતૃત્વમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી એમ ત્રણેય ખિતાબ જીતી છે. એટલું જ નહીં, ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ પણ 3 વખત IPL જીતી છે.

આ પણ વાંચો, T20 World Cup 2021: પાકિસ્તાન વિરુદ્ધ આ 11 ખેલાડીને ઉતારી શકે છે Virat Kohli

3 વર્ષમાં 3 વર્લ્ડ કપ

આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ ઉપરાંત આગામી બે વર્ષ પણ વર્લ્ડ કપ યોજાશે. ઉલ્લેખનીય છે કે, 2022માં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ યોજાશે. જે બાદ 2023માં ભારતમાં વનડે વર્લ્ડ કપની મેચો યોજાશે. ત્યારે રોહિત શર્માને ટીમ સાથે સંપૂર્ણ રીતે તૈયાર થવાનો સમય મળશે. જેને લઈને ટૂંક સમયમાં રોહિતને કેપ્ટન બનાવવાના પ્રયાસો ચાલુ છે.
First published: