Home /News /sport /વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો આંચકો, સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો આંચકો, સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયા (ફાઇલ ફોટો)

રોહિત શર્મા રનિંગ કરતા અચાનક પોતાનો પગ પકડીને ઊભો થઈ ગયો, કેટલાક ડગલાં ચાલ્યા બાદ તે જમીન પર સૂઈ ગયો

    ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટે બીસીસીઆઈ 15 એપ્રિલે ભારતીય ટીમની જાહેરાત કરશે. જોકે, આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમના ઓપનર અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ મેચ માટે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તે મેદાન પર પોતાનો પગ પકડીને ટેકો લઈને ચાલતો જોવા મળ્યો છે. વાનખેડે મેદાન પર પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા રનિંગ કરતા અચાનક પોતાનો પગ પકડીને ઊભો થઈ ગયો. કેટલાક ડગલાં ચાલ્યા બાદ તે જમીન પર સૂઈ ગયો.

    મુંબઈના ફિજિયો નિતિન પટેલ રોહિતની મદદ કરવા માટે તરત જ મેદાન પર દોડી ગયા. મેદાન પર પ્રાથમિક સારવાર બાદ તેઓ રોહિતને મેદાનની બહાર લઈ ગયા. રોહિત શર્મા ડ્રેસિંગ રૂમ સુધી ટેકા વગર ચાલ્યો. જોકે, અત્યાર સુધી રોહિત શર્માની ઈજા પર ટીમે કોઈ નિવેદન જાહેર નથી કર્યું. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને ભારતીય ટીમના મહત્વપૂર્ણ બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. વર્લ્ડ કપને જોતાં આ વખતે ભારતીય ટીમના ફિજિયો પેટ્રિકને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તેની સારવાર થઈ અને તે ફીટ થઈને મેદાન પર પરત ફર્યો.

    આ પણ વાંચો, IPL 2019ની દરેક મેચમાં 5 લાખનું ઈનામ, તો ક્યાંક મળે છે કરિયાણું, ડેટા અને ચંપલ

    મુંબઈ ઈન્ડિયન્સની ટીમને બુધવારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સાથે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુકાબલો કરવાનો છે. છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યા બાદ કિંગ્સ ઇલેવનની સામે મુંબઈ હશે. મુંબઈ પણ આ મેચમાં હૈદરાબાદને હરાવીને આવી રહ્યું છે. તે મેચમાં અલ્જારી જોસેફે 6 વિકેટ ઝડપીને હૈદરાબાદને હાર માટે મજબૂર કરી દીધું હતું. પંજાબે પોતાની છેલ્લી ત્રણેય મેચ ઘરમાં રમી છે અને જીત મેળવી છે. બંને ટીમોની વચ્ચે આ મેચ પોતાની લયને કાયમ રાખવાને લઈને ખૂબ જ જરૂરી છે.

    આ પણ વાંચો, આ મહિલા ક્રિકેટરને મળવા સવારે પાંચ વાગ્યે રૂમ પર પહોંચ્યો હતો કોહલી!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ipl 2019, Mumbai indians, Team india, આઇસીસી, ક્રિકેટ, બીસીસીઆઇ, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन