Home /News /sport /ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ પહેલા ભારતને ઝટકો, પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ પહેલા ભારતને ઝટકો, પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત

ભારતીય ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ મેચની તસવીર

T20 Worldcup: ICC ટી-20 વર્લ્ડકપ 2022માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો છે. રોહિત શર્માને પ્રેક્ટિસ સેશન દરમિયાન કાંડામાં ઇજા થઇ હતી. તે બાદ તેને નેટ્સમાંથી બ્રેક લીધો હતો અને મોડી વાર સુધી કાંડા પર આઇસ પેક લગાવીને બેઠો રહ્યો હતો. હવે તે ફરીથી પ્રેક્ટિસમાં જોડાઇ ગયો છે.

વધુ જુઓ ...
    T20 Worldcup: ICC ટી-20 વર્લ્ડકપ 2022માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો છે. રોહિત શર્માને પ્રેક્ટિસ સેશન દરમિયાન કાંડામાં ઇજા થઇ હતી. તે બાદ તેને નેટ્સમાંથી બ્રેક લીધો હતો અને મોડી વાર સુધી કાંડા પર આઇસ પેક લગાવીને બેઠો રહ્યો હતો. હવે તે ફરીથી પ્રેક્ટિસમાં જોડાઇ ગયો છે. ભારતીય સમય અનુસાર રોહિત શર્માને સવારે 6.30 વાગ્યે ઇજા થઇ હતી.

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની બીજી સેમિ ફાઇનલ 10 નવેમ્બર 2022માં એડિલેડના ઓવલ મેદાન પર ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે રમવાનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય કેપ્ટનના થ્રો ડાઉનનો સામનો કરવા દરમિયાન ઇજા થઇ હતી. રોહિત શર્માએ 18 ગજથી 150થી વધારે ગતિથી ફેકવામાં આવી રહેલા થ્રો ડાઉન પર શોર્ટ આર્મ પુલનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે એક સેકન્ડથી શોટ ચૂકી ગયો હતો. બોલ ઉછળ્યો હતો અને રોહિતના હાથમાં આગળ તરફ લાગ્યો હતો.

    ટીમના સપોર્ટ સ્ટાફે તુરંત રોહિત શર્માને એટેન્ડ કર્યો હતો. એક ચર્ચા બાદ રોહિત શર્માએ ફરી સ્ટ્રાઇક લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક બોલનો સામનો કર્યા બાદ દુખાવાને કારણે પોતાનું નેટ સત્ર રદ કરી નાખ્યુ હતુ. રોહિત શર્મા પોતાની ઇજાગ્રસ્ત કાંડા પર આઇસિંગ કરતો આઉટડોર નેટ્સ ફેસિલિટીમાં રોકાયો હતો.

    મેન્ટલ કંડીશનિંગ કોચ પૈડી અપ્ટન રોહિત શર્મા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. 40 મિનિટ બાદ તે ફરી પ્રેક્ટિસ કરવા માટે ઉતર્યો હતો. સારી વાત આ છે કે પ્રેક્ટિસ દરમિયાન તે અસ્વસ્થ દેખાતો નહોતો.

    રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના તે ત્રણ અન્ય સભ્યમાંથી એક હતો જે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ મેચના બે દિવસ પહેલા ટ્રેનિંગ સેશનમાં આવ્યો હતો. બે અન્ય હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક હતા જેમણે થ્રો ડાઉનનો સામનો કર્યો હતો અને રિઝર્વ બોલર શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ વિરૂદ્ધ બેટિંગ કરી હતી. 35 વર્ષના રોહિત શર્માએ ટી-20 વર્લ્ડકપ 2022માં અત્યાર સુધી એક અડધી સદી ફટકારી છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन