Home /News /sport /Rohit Sharma Ind Vs Pak: મેચ પહેલા રોહિત શર્મા પાકિસ્તાની ટીમ સાથે જોડાયો? જુઓ આ તસ્વીર
Rohit Sharma Ind Vs Pak: મેચ પહેલા રોહિત શર્મા પાકિસ્તાની ટીમ સાથે જોડાયો? જુઓ આ તસ્વીર
પાકિસ્તાન સાથે મેચ પહેલા જ રોહિતના ડૂપ્લિકેટના ફોટા થયા વાયરલ
Rohit Sharma Ind Vs Pak: પાકિસ્તાની ક્રિકેટ ટીમના મેનેજર ઈબ્રાહિમની તસવીર વાયરલ થઈ છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ફોટામાં તે બિલકુલ રોહિત શર્મા જેવો દેખાય છે. આવી સ્થિતિમાં ચાહકો તેની મજા લઈ રહ્યા છે અને તેને રોહિત શર્માનો ડુપ્લિકેટ કહી રહ્યા છે.
Rohit Sharma Ind Vs Pak: પાકિસ્તાની ક્રિકેટ ટીમના મેનેજર ઈબ્રાહિમની તસવીર વાયરલ થઈ છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ફોટામાં તે બિલકુલ રોહિત શર્મા જેવો દેખાય છે. આવી સ્થિતિમાં ચાહકો તેની મજા લઈ રહ્યા છે અને તેને રોહિત શર્માનો ડુપ્લિકેટ કહી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 23 ઓક્ટોબરે રમાશે. આ મેચ માટે બંને ટીમો મેલબોર્ન પહોંચી ગઈ છે અને હવે બધા મેચની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર હેડલાઈન્સ બની રહી છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાની ટીમ સાથે જોડાઈ ગયો છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજર ઈબ્રાહિમે ઓસ્ટ્રેલિયાથી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. બ્રિસબેનના ગાબા મેદાન પરથી લેવામાં આવેલી તસવીરમાં ઈબ્રાહિમનો લુક સંપૂર્ણપણે રોહિત શર્મા જેવો છે. તેની આ તસવીરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ફેન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી કે તે એકદમ રોહિત શર્મા જેવો દેખાય છે, તો કેટલાકે લખ્યું કે અરે, રોહિત શર્મા પાકિસ્તાની ટીમમાં ક્યારે આવ્યો. એક ચાહકે વિચાર્યું કે એક નજરમાં મને લાગ્યું કે, રોહિત શર્માએ પાકિસ્તાની ટીમની ટી-શર્ટ પહેરી છે. ઘણા ચાહકોની પ્રતિક્રિયા હતી કે આ રોહિત છે.
મેલબોર્નમાં ભારત-પાકિસ્તાન આમને-સામને થશે
ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન 23 ઓક્ટોબર એટલે કે રવિવારે આમને-સામને થશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયાને ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોતાનો બદલો અહીંયા પૂર્ણ કરવા ઈચ્છશે.
પરંતુ આ મેચ પર વરસાદનું વિઘ્ન છે, કારણ કે 23 ઓક્ટોબરે મેલબોર્નમાં 70 ટકા સુધી વરસાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મેચ સંપૂર્ણપણે ધોવાઇ શકે છે અથવા કેટલીક ઓવર ઓછી કરી શકે છે. જો મેચમાં ઓછામાં ઓછી 5-5 ઓવરની શક્યતા હશે તો જ મેચ યોજાશે. અન્યથા તે રદ કરવામાં આવશે.