Home /News /sport /

રોહિત શર્માએ વિરાટ કોહલીને કર્યો અનફોલો, શું બંને વચ્ચે ચાલી રહ્યો છે અણબનાવ?

રોહિત શર્માએ વિરાટ કોહલીને કર્યો અનફોલો, શું બંને વચ્ચે ચાલી રહ્યો છે અણબનાવ?

રોહિત શર્માએ વિરાટ કોહલીને કર્યો અનફોલો

મીડિયામાં ચાલી રહેલી અટકળો પ્રમાણે રોહિત પહેલા વિરાટ કોહલીને ફોલો કરતો હતો પણ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર બંને જગ્યાએ તેણે ભારતીય સુકાનીને અનફોલો કરી દીધો

    ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક તો તેની ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસમાં વન-ડે શ્રેણી પછી ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી દીધી છે. હવે એવી અટકળો કરવામાં આવી રહી છે કે રોહિત અને વિરાટ વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું નથી. રોહિત શર્માએ વિરાટ કોહલીને સોશિયલ મીડિયામાંથી અનફોલો કરી દીધો છે. મીડિયામાં ચાલી રહેલી અટકળો પ્રમાણે રોહિત પહેલા વિરાટ કોહલીને ફોલો કરતો હતો પણ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર બંને જગ્યાએ તેણે ભારતીય સુકાનીને અનફોલો કરી દીધો છે. ચર્ચા તો એવી પણ છે કે રોહિત શર્માએ વિરાટની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધી છે.

    રોહિત શર્માએ વિરાટને અનફોલો કરતા માનવામાં આવે છે કે બંને વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી. હાલમાં જ રોહિતને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. પ્રથમ ત્રણ ટેસ્ટ પછી અંતિમ બે ટેસ્ટ માટે પણ રોહિતની પસંદગી કરી ન હતી. રોહિતના સ્થાને પૃથ્વી શો અને હનુમા વિહારી જેવા નવોદિતને તક આપવામાં આવી હતી. ટીમની પસંદગીમાં સુકાનીનો રોલ મહત્વનો હોય છે, જેથી બની શકે કે રોહિત આ કારણે નારાજ હોય.

    રોહિત શર્મા, તસવીર - ટ્વિટર


    ટેસ્ટ ટીમમાં રોહિતને ભલે સ્થાન ન મળ્યું હોય પણ 15 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપમાં રોહિતને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. એશિયા કપમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Following, ભારત, રોહિત શર્મા, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन